ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સલામતીના સાધનો ના મુદ્દે હોસ્પિટલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં લગાવવામાં આવેલ અગ્નિશામકો આઉટ ઓફ ડેટ હોવાનું બહાર આવ્યું છે. કોઈ આગ કે હોનારત ઊભી થાય તો તેને ઉગતી જ ડામી શકે તેવી સ્થિતિમાં પણ અગ્નિશામકો નથી. જેને લઇને દર્દીઓનાં માંથે ખતરો ઉભો મંડરાય રહ્યો છે.
સુરત તક્ષશિલા આર્કેડમાં બનેલી કરુણાંતિકાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂુકયું છે. ઘટના બાદ ભરૂચમાં પણ હોસ્પિટલો હોટલો અને ક્લાસીસો સહિત બિલ્ડિંગોમાં સેફ્ટીના સાધનોની તપાસ હાથ ધરી નોટિસ અપાય છે. પરંતુ સરકારના જ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આ અંગે ઘોર બેદરકારી સામે આવી છે. ભરૂચના મીડિયાએ સરકારી કચેરીઓમાં સુરક્ષાનાં સાધનો અંગે ચકાસણી હાથ ધરતાં સિવિલ હોસ્પિટલની બેદરકારીનો પર્દાફાશ થયો છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આગ ની સમસ્યા ઉભી થાય, તો તેને ઓલવવા માટે દરેક માળ પર વીસ ફાયર એક્સ્ટીંગ્યુશર લગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ચાર માળની હોવાથી કુલ અંદાજીત 80 જેટલા ફાયર એક્સ્ટીંગ્યુશર લગાવાયા છે. આ તમામ અગ્નિશામક આઉટ ઓફ ડેટ છે. કોઈ આગની હોનારત થાય તો એક પણ અગ્નિશામક કામ લાગે તેમ નથી. આવા સંજોગોમાં દર્દીઓના માથે ખતરો ઉભો થયો છે

અગ્નિશામકો ચકાસવામાં આવતા તેના ઉપર માર્કર પેન વડે એક્સપાયરી ડેટ માં સુધારો કરી 2016નાં લખાણ ઉપર 2019 લખવામાં આવ્યું છે. આ અંગે હોસ્પિટલ સંચાલકોએ ફાયર એક્સ્ટીંગ્યુશર રિફિલિંગ કરાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ રિફિલિંગ કરાવ્યા હોવાના કોઈ પુરાવા તેમની પાસેથી મળી આવ્યા ન હતા. જેની સામે સ્થાનિક જાગૃત નાગરિકોએ વિરોધ ઉઠાવી ઘટનાને વખોડી છે. સામાન્ય રીતે જ્યારે ફાયર એક્સ્ટીંગ્યુશર ને રીફીલ કરાવવામાં આવે ત્યારે જે તે કંપની તેના ઉપર સ્ટીકર મારી રિફિલિંગ ડેટ અને એક્સપાયરી ડેટ લખતી હોય છે. ભરૂચમાં કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરીમાં રિફિલિંગ કરાવેલ ફાયર એક્સ્ટીંગ્યુશરમાં આવા સ્ટીકર જોવા મળ્યા હતા. આ અંગે મામલતદાર આદિત્ય ત્રિવેદીએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

જો કે ભરૂચમાં બૌડા એ ટીમ બનાવી શહેરમાં આવેલ બિલ્ડિંગોમાં સેફ્ટી અંગેના સાધુનોની તપાસ હાથ ધરી હતી. શહેરમાં આવેલા હોસ્પિટલો હોટલો ક્લાસીસો અને ઓફિસો મળી કુલ 109 જેટલા સ્થાનો પર બેદરકારી બહાર આવતા નોટિસો ફટકારી હતી. પરંતુ મીડિયાની ટીમે સુરક્ષા અંગે 109 નોટિસો ફટકારનાર બૌડાર્ની ઓફિસમાં જ તપાસ કરતા ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ સામે આવી હતી. બૌડાની ઓફિસમાં જ સુરક્ષા અંગેની બેદરકારી બહાર આવી હતી ઓફીસ અંદર બહાર લગાવવામાં આવેલ ફાયર એક્સ્ટીંગ્યુશરની એક્સપાયરી ડેટ જોતા તે 2015 માં પૂરી થઇ હોવાનું બહાર આવ્યું હતું
સાથે સાથે આ પણ જુઓ….
ફાયર એક્સ્ટીંગ્યુશર ચાર વર્ષ પહેલા out-of-date થયેલ હોવા છતાં બોર્ડના અધિકારી હાથ પર હાથ ધરી ઊંઘતા રહ્યા હતા સુરતની ઘટના બાદ પણ બૌડાના અંધેરીયા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની કચેરીમાં જ સુરક્ષા અંગેનું મૂલ્યાંકનના કર્યો એટલે સુધી કે શહેરમાં 109 જેટલી નોટિસ ફટકારતા પહેલા પણ પોતાની જ કચેરીના સુરક્ષા ના સાધનોની ચકાસણી નો કરી અને રિફિલિંગ ન કરાવ્યા તે જો તા બોર્ડની કચેરીમાં દીવા તળે અંધારું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ફાયરસેફ્ટી મુદ્દે સિવિલ સત્તાધીશો ઉણા ઉતર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે
