Not Set/ શેર માર્કેટમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 150 તો નિફ્ટીએ વટાવ્યો 11,700નો આંકડો

મંગળવારે શેર માર્કેટમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી. BSEનાં 30 શેરોવાળુ પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 96.19 પોઇન્ટનાં ઉછાળા સાથે 39,056.96 ની ઊંચી સપાટીએ ખૂલ્યો હતો. બીજી તરફ NSEનાં 50 શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 4.9 પોઇન્ટનાં સામાન્ય ઉછાળ સાથે 11, 677.05 ની સપાટીએ ખૂલ્યો હતો. આજે સવારે શરૂઆતી સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન માર્કમાં ટ્રેડિંગ કરી રહ્યું હતુ. થોડા સમય […]

Top Stories Business

મંગળવારે શેર માર્કેટમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી. BSEનાં 30 શેરોવાળુ પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 96.19 પોઇન્ટનાં ઉછાળા સાથે 39,056.96 ની ઊંચી સપાટીએ ખૂલ્યો હતો. બીજી તરફ NSEનાં 50 શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી 4.9 પોઇન્ટનાં સામાન્ય ઉછાળ સાથે 11, 677.05 ની સપાટીએ ખૂલ્યો હતો.

આજે સવારે શરૂઆતી સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન માર્કમાં ટ્રેડિંગ કરી રહ્યું હતુ. થોડા સમય પહેલા સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનાં ઉછાળ સાથે 39,100ની ઉપર ટ્રેડિંગ થઇ રહ્યુ હતુ. બીજી તરફ નિફ્ટીમાં પણ 11,700 ઉપરનું ટ્રેડિંગ જોવા મળ્યુ હતુ.

આજે સવારે શરૂઆતી ટ્રેડિંગમાં વેદાંતા, ઈંડસઈંડ બેન્ક, કોલ ઈંન્ડિયા, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, પાવર ગ્રિડ કોર્પોરેશન, સિપ્લા, BPCL, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, બજાજ ફાઇનાંન્સ, NTPC, ICICI, IOC, ભારતી એરટેલ, આયશર મોટર્સ, મહિંન્દ્રા એંન્ડ મહિંન્દ્રા, હિંડાલ્કો, HCL ટેક અને ઈંન્ફોસિસમાં મજબૂતી સાથે ટ્રેડિંગ થતુ જોવા મળ્યુ હતુ. બીજી તરફ ટ્રેડિંગની શરૂઆતમાં ઈંડિયાબુલ્સ હાઉસિંગ, ગ્રાસિમ, બ્રિટાનિયા, યસ બેન્ક,HUL, SBI, ભારતી ઈંફ્રાટેલ અને HDFC બેન્કમાં નબળાઇ સાથે ટ્રેડિંગ જોવા મળ્યુ હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.