આઈસીસી વિશ્વકપમાં ટીમ ઈંન્ડિયા અત્યાર સુધીની દરેક મેચમાં જીત મેળવવામાં સફળ રહી છે. તેમ છતા ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીઓની ઈજા અને વરસાદને લઇને મેનેજમેન્ટ થોડુ ચિંતિત દેખાઇ રહ્યુ છે, જો કે ઘણા ખેલાડીઓને ઈજા પહોચતા તેમના સાથી અન્ય ખેલાડીઓની જાણે કિસ્મત ખુલી ગઇ છે. હવે તે વિશ્વકપમાં ભારતીય ટીમનાં સભ્ય બની ગયા છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
શિખર ધવન વિશ્વકપથી બહાર
ટીમ ઈંન્ડિયાનાં સ્ટાર ખેલાડી શિખર ધવન ડાભા હાથમાં ઈજા પહોચવાનાં કારણે વિશ્વકપથી બહાર થઇ ગયો છે. હવે તેની જગ્યા ઋષભ પંતને મળી ગઇ છે. એવામાં ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં જગ્ય મળશે તે તો હવે સમય બતાવશે.
વિશ્વકપનાં ઈતિહાસમાં પહેલીવાર ટીમ ઈંન્ડિયા ચાર વિકેટકીપર સાથે
ઋષભ પંતનાં વિશ્વકપમાં ટીમ ઈંન્ડિયાનાં સભ્ય બન્યા બાદ ટીમમાં ચાર વિકેટકીપર જોવા મળી રહ્યા છે. જે વિશ્વકપનાં ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યુ છે. જો કે ટીમમાં અત્યારે વિકેટકીપિંગની જવાબદારી અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પર છે. જે ટીમ ઈંન્ડિયાનો ખાસ ખેલાડી છે. આનારી મેચમાં ધોનીની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા લગભગ પાક્કી માનવામાં આવી રહી છે. ધોની સિવાય ટીમ ઈંન્ડિયામાં બીજા નંબરનાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક છે. જેને ટીમમાં નંબર ચાર પર ટીમ ઈંન્ડિયા રમાડી શકે છે. કાર્તિક સિવાય કે એલ રાહુલ કે જે IPLમાં પંજાબ તરફથી વિકેટકીપિંગ કરી ચુક્યો છે. પાકિસ્તાનની મેચમાં રાહુલે રોહિત સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. વળી ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થયેલા શિખર ધવનની જગ્યાએ ટીમ ઈંન્ડિયામાં સમાવવામાં આવેલા ઋષભ પંત પણ એક વિકેટકીપિંગ બેટ્સમેન છે. પંત IPLમાં દિલ્હી માટે અને ટેસ્ટ મેચમાં ટીમ ઈંન્ડિયા તરફથી વિકેટકીપિંગ કરી ચુક્યો છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
પ્લેઈંગ ઈલેવનમાં ચાર વિકેટકીપર રમશે તો
ભારતીય ટીમમાં હવે ચાર વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ ચાર વિકેટકીપર પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મેળવી શકે છે, તો આ વિશ્વકપ ઈતિહાસમાં પહેલીવાર થયુ કહેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
