Not Set/ Maruti ની આ કારને ખરાબીનાં કારણે કંપનીએ ખેંચી પરત, જાણો તમારી કાર તો નથી આ લિસ્ટમાં

દેશમાં ગ્રાહકોનો ભરોસો જીતનાર દિગ્ગજ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ નવી જનરેશનવાળી Swift અને Dzire માટે રેકોલ ઇશ્યૂ કર્યો છે. કંપનીએ Swift અને Dzire બંન્ને મોડલોની 1,279 યુનિટ્સને પાછી ખેંચી લીધી છે. Maruti Dzire કાર છેલ્લા 10 વર્ષોમાં દેશની સૌથી વધુ વેચાણમાં આવેલી કાર બની ગઇ છે. આ કાર અત્યાર સુધી લગભગ 19 લાખ ગ્રાહકોની […]

Tech & Auto

દેશમાં ગ્રાહકોનો ભરોસો જીતનાર દિગ્ગજ કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ નવી જનરેશનવાળી Swift અને Dzire માટે રેકોલ ઇશ્યૂ કર્યો છે. કંપનીએ Swift અને Dzire બંન્ને મોડલોની 1,279 યુનિટ્સને પાછી ખેંચી લીધી છે. Maruti Dzire કાર છેલ્લા 10 વર્ષોમાં દેશની સૌથી વધુ વેચાણમાં આવેલી કાર બની ગઇ છે. આ કાર અત્યાર સુધી લગભગ 19 લાખ ગ્રાહકોની પસંદ બની ચુકી છે. કંપનીએ વર્ષ 2018-19માં Dzire કારની લગભગ 2.5 લાખ યુનિટ વેચી છે. જેનો અર્થ કે તે પ્રતિમાસ 21 હજાર Dzire કાર વેચી ચુકી છે. સાથે આ કાર કોમ્પેક્ટ સેડાન કાર સેંગમેટમાં 55 ટકાની ભાગીદારી રાખે છે.

મારુતિ સુઝુકીની આ હેચબેક અને સેડાન મોડલોને એરબેગ કંટ્રોલ યૂનિટમાં કોઇ ટેકનીકલ ખામીની આશંકાની વચ્ચે પાછી ખેંચવામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે, સંભવિત ખરાબી એરબેગનું ન ખોલાવવુ હોઇ શકે છે. 1,279 વ્હીકલ્સમાં 566 નવા Swift અને 713 નવા Dzire છે. જેને 7 મે 2018થી લઇને 5 જુલાઈ 2018ની વચ્ચે બનાવવામાં આવેલ છે. આ કેંપેન દરમિયાન આ જ મોડલોને કવર કરવામાં આવેલ છે.

મારુતિ સુઝુકીનાં આ કેંપેનમાં હાજર ગાડીઓનાં માલિકોને કંપનીનાં ડિલર્સ દ્વારા સંપર્ક કરવામાં આવશે. કંપની દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આ દરમિયાન ગાડીઓની ખરાબ પાર્ટનાં નિરીક્ષણ કરવામાં આવશે અને ફ્રી માં તે પાર્ટને બદલી દેવામાં આવશે. નવી Swiftને આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં આયોજીત ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવેલ હતુ. વળી Dzireને ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલ હતી.

આ રીતે જાણો તમારી કાર આ લિસ્ટમાં છે કે નહી

મારુત સુઝુકીની ન્યૂ Swift અને Dzireનાં માલિક કંપનીની વેબસાઈટ જઇને ચેક કરી શકે છે કે તેમની કાર આ કેંપેનમાં છે કે નહી. અહી તેમને ચેસિસ નંબર નાખવાનો રહેશે. ગ્રાહરોને ચેસિસ નંબર વ્હીકલઇનવોયસ રજિસ્ટ્રેશન ડોક્યૂમેન્ટમાંથી મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.