Not Set/ #રથયાત્રા : ગૃહ વિભાગની આવી છે સુરક્ષાને લઇને તૈયારીઓ

અમદાવાદ જ્યારે ભાગવાન જગ્નનાથનું આગમન કરવા થનગની રહ્યું છે. લોકો અમદાવાદ શહેરમાં 142મી રથયાત્રા નિકળવાની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ ખાતા દ્રારા  પણ 142મી રથાયાત્રાને સુલભ અને સુરક્ષીત બનાવવા માટે કમર કસી લેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્રારા રથયત્રાની તૈયારીઓને લઈને રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી  રાજ્યમાં […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ જ્યારે ભાગવાન જગ્નનાથનું આગમન કરવા થનગની રહ્યું છે. લોકો અમદાવાદ શહેરમાં 142મી રથયાત્રા નિકળવાની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ ખાતા દ્રારા  પણ 142મી રથાયાત્રાને સુલભ અને સુરક્ષીત બનાવવા માટે કમર કસી લેવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્રારા રથયત્રાની તૈયારીઓને લઈને રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી  રાજ્યમાં સુરક્ષા-વ્યવસ્થા મામલે સમગ્ર માહિતી આપી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રથયાત્રામાં સુરક્ષાને લઈને અને રથયાત્રા શાંતિથી નીકળે તેવી તમામ વ્યવસ્થા ઉપલ્બધ કરાવવામા આવી છે. રથયાત્રાનાં  સમયે NSG અને BDDSની ટીમો ખડેપગે તૈનાત રહેશે. CCTVના માધ્યમથી સમગ્ર રથયાત્રાનું નિરીક્ષણ થશે.

file photo pradeep sinh

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ યોજી પ્રેસનાં અંશો…….

450 વર્ષ જુના જગનાથ મંદિર થી નીકળનારી 142 રથયાત્રા
22 કિલો મીટરના રૂટમાં રથયાત્રા શાંતિ થી નીકળે તે માટે વ્યવસ્થા
કેવી રીતે વ્યવસ્થા કરવી તેને લઈને મિટિંગનું આયોજન કર્યું હતું
25 લાખ કરતા વધારે લોકો જોડાય છે
શાંતિ થી નીકળે તેને માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે
7 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 25000 પોલીસ કર્મીઓ સાથે
NSG અને BDDSની ટીમો ખડે પગે તૈનાત રહેશે
સમગ્ર રથયાત્રા શાંતિપૂર્વક નીકળે તેને માટે આયોજન
CCTVના માધ્યમ થી સમગ્ર રથયાત્રાનું નિરીક્ષણ

 

આ પણ જુઓ મંતવ્ય ન્યૂઝ પર……

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.