રાહુલ ગાંધી દ્રારા કાલે પોતાનાં ટ્વીટર હેન્ડલર પર પોતાનાં રાજીનામાને પ્રસિધ્ધ કરી, કોંગ્રેસ અને cwcનાં સિનીયર કોંગ્રેસી નેતાને નવા પ્રમુખની વર્ણ કરવાની સ્પષ્ટતા કરવાની સાથે સાથે નવા પ્રમુખમાં પોતાનો કોઇ રોલ નહીં હોય તેવી જાહેર પ્લેટ ફોર્મ પર જાહાેરાત કર્યા પર કોંગ્રેસ મહા સચિવ અને ગાંધી પરિવારની દિકરી પ્રિયંકા ગાંઘી દ્રારા રાહુલની ભરપૂર પ્રશંસા કરવામા આવી છે.
પ્રિયંકા દ્રારા પોતાનાં ટ્વિટરનાં માધ્યમથી કહેવામા આવ્યું છે કે “તમારા આ નિર્ણયને હું પૂરેપૂરુ સન્માન આપુ છું, આ પ્રકારના નિર્ણયો લેવા તે તમામ લોકોનાં હોથની વાત નથી. આવા નિર્ણયો થોડા જ માણસો લઇ શકે છે”. પ્રિયંકા ગાંધી વાડ્રા દ્રારા કરવામા આવેલી આ ટ્વીટમાં તેમણે રાહુલ ગાંધીને પણ ટેગ કર્યા હતા.

આપને જણાવી દઇએ કે લોકસભામાં મળેલી કરામી હાર બાદ કોંગ્રેસનાં તતકાલીન આધ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા તુરંત જ હારની જવાબદારી સ્વીકારી અને પોતાનાં પદ્દ પરથી 25 મેનાં રોજ જ રાજીનામું ઘરી દેવામા આવ્યું હતું. રાજીનામું કોંગ્રેસની વર્કીંગ કમિટી દ્રારા સ્વાકાર કરી માન્ય રાખવામા ન આવતા, રાહુલને વારંવાર પોતાનાં નિર્ણય પર ફેર વિચાર કરવા માટે અનુરોધ કરવામા આવ્યો હતો. અને કોંગ્રેસનાં ઘણા સિનીયર નેતા દ્રારા રાહુલને અધ્યક્ષ પદ્દ ન છોડવા માટે મનાવવાની કોશિશ કરવામા આવી હતી. તે બાદ રાહુલે 1 મહિનાથી પણ વધુ સમયથી ચાલતા આ ઘટના ક્રમને પોતાનું રાજીનામું પબ્લિક ડોમેઇનમાં મુકી પૂર્ણ વિરામ આપી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
