રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.સુરત, અમરેલી,મહુવા સહિત ઘણી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.
અહીં જાણો ક્યાં કેવો પડ્યો વરસાદ…….
સુરત
સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાંદેર અડાજણ અને ઉંધના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ ગરમથી રાહત મેળવી હતી.તો કામરેજ પલસાણા અને નવસારી તેમજ વલસાડ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.
અમરેલી
અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદ વરસવાને કારણે સાજણાવાવ ગામની સાજણી નદીમાં ઘોડાપુર આવ્યું હતું.જેથી કોઝવે ઓવરફ્લો થઇ ગયો હતો.સાજણાવાવ ગામ પણ હાલ સંપર્ક વિહોણું બની ગયું છે.ગ્રામજનોની માંગ છે કે કોઝવે ઉંચો લેવાની પણ માંગ કરી છે.
મહુવા
મહુવામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.વરસાદ વરસવાને કારણે વિજળી પણ ગૂલ થઇ ગઇ હતી.વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા.તો આસપાસના ગામોમાં વરસાદ વરસવાને કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
ભરૂચ
ભરૂચમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો.વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જેથી લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી.તો બીજી તરફ વરસાદ વરસવાને કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
અરવલ્લી
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવ્યા બાદ હવે ચોમાસાની વરસાદી સીસ્ટમ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે. આજે ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિતના પંથકોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં અરવલ્લીમાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર પંથકમાં સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા હતા.મેઘરજમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો.વરસાદના કારણે માલપુરના નિચાણવાળા સોસાયટીંમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલીઓ પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
