Not Set/ ધોનીનાં આઉટ થવા પર ક્રિકેટ ફેન્સે એમ્પાયરને ગણાવ્યા જવાબદાર, જાણો પૂરો મામલો

આઈસીસી વિશ્વકપ 2019 માં ઇંગ્લેન્ડમાં ટાઇટલ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ગણાતી ભારતીય ટીમને, સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 18 રને હરાવી દીધી છે. આ સાથે, ન્યૂઝીલેન્ડ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. તેણે 2015 વિશ્વકપમાં પણ ફાઇનલ રની હતી. વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજા (77) બનાવ્યા હતા, ત્યારબાદ મહેન્દ્ર સિંહ […]

Top Stories Sports

આઈસીસી વિશ્વકપ 2019 માં ઇંગ્લેન્ડમાં ટાઇટલ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ગણાતી ભારતીય ટીમને, સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 18 રને હરાવી દીધી છે. આ સાથે, ન્યૂઝીલેન્ડ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. તેણે 2015 વિશ્વકપમાં પણ ફાઇનલ રની હતી. વિશ્વકપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજા (77) બનાવ્યા હતા, ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોની (50) રન બનાવ્યા હતા. આ બંન્નેએ સાતમી વિકેટે માટે 116 રનની ભાગીદારી કરી ભારતને જીતની નજીક લાવી લીધી હતી, પરંતુ આ બંન્ને ખેલાડીઓનાં આઉટ થયા બાદ ભારતની તમામ આશાનો અંત આવ્યો હતો.

https://twitter.com/Aki_Gupt/status/1148976364692750336

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મહેન્દ્ર સિંહ ધોનીનું રનઆઉટ થવુ ટીમ ઇન્ડિયા માટે સૌથી ખતરનાક પુરવાર થયુ. આ સાથે, ભારત પોતાના લક્ષ્યાંકથી 18 રન દૂર રહી ગયુ. ટોચનાં બેટ્સમેનોનાં ફટાફટ આઉટ થયા બાદ ધોની અને રવિન્દ્ર જાડેજાએ આ જવાબદારી વચ્ચે ધમાકેદાર 100 રનની ભાગીદારી કરી હતી. પરંતુ માર્ટિન ગુપ્ટિલનાં એક થ્રો એ ધોનીને રન આઉટ કરી દીધો હતો. જેને લઇને  ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે તે બોલ પર જ સવાલ ઉભો કરી દીધો છે, જે બોલ પર ધોની રન આઉટ થયો.

નિયમો અનુસાર, છેલ્લા પાવરપ્લેમાં 5 ફિલ્ડર્સ 30 યાર્ડ્સની બહાર ઊભા રહી શકે છે, પરંતુ આ બોલ ફેંકવામાં આવે તે પહેલાં દર્શાવવામાં આવેલા ગ્રાફિક મુજબ, ન્યૂઝીલેન્ડનાં છ ખેલાડીઓ 30 યાર્ડ્સની બહાર ઉભા હતા. તે યાદ રાખવું જોઈએ કે જો આ બોલ નો બોલ હોત તો પણ ધોની રન આઉટ થઈ શકતો હતો, કારણ કે બેટ્સમેન નો બોલ પર રન આઉટ ગણાય છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

આ વીડિયો પર દર્શકોની પ્રતિક્રિયાઓ આવી છે જેમાં એમ્પાયરની ગંભીર ટીકા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે, જો તે નો બોલ હોત તો ધોનીએ રન માટે દોડતો જ નહી. જો અમ્પાયરે કોઈ ભૂલ ન કરી હોત તો તે પછીની બોલ ફ્રી હીટ હોત.

https://twitter.com/Srikant72780832/status/1148981368677793792

આપને જણાવી દઇએ કે, છેલ્લા 10 બોલમાં ભારતને 25 રનની જરૂર હતી, પરંતુ ગુપ્ટિલનાં સીધા ફેંકાયેલા થ્રો નાં કારણે ધોનીને રન આઉટ થઇ ગયો હતો. આખી ભારતીય ટીમ 221 રન પર આઉટ થઈ ગઇ અને 18 રનથી હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન