કપિરાજનું ઠેકાણું કહો કે રહેણાક કહો તરત જ ઘટાઘોર ઝાડ સામે દાખાય, સાચી વાત છેને, અને જો કોઇ એવુું કહે કે કપિરાજ એટલે કે વાંદરા ઝાડ પર ફસાગયા હતા અને તે પણ કેવા ફસાયા કે વન વિભાગે ભારે જહેમત સાથે રેસ્ક્યૂ કરીને બચાવવા પડ્યા. ના…ના…ઝાડ પડ્યું કે ડાળ ટૂંટીને ફસાય ગયા તેવું બીલકુલ નથી. વાત જેટલી ગંભીર છે તેટલી જ હેરત અંગેઝ પણ છે અને માટે જ કુતુહાલ જન્માવે છે.

મુળ મુસદ્દો એવો છે કે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના વણીયાદ ગામમાં એક સરસ મજાનું તળાવ આવેલું છે. તળાવ સાવ ખાલી ખમ. અને તળાવની બરોબર વચ્ચે એક ઘટાટોપ પીપળો. હવે આવી સરસ જગ્યા હોય પીપળો લહેરાતો હોય અને કપિરાજને સ્થળ મુલાકાતનું મન ન થાય તેવું બને. બસ કપિરાજનું એક ગૃપ પીપળાનાં વૃક્ષની ઉડતી મુલાકાતે પહોંચ્યું. પહોંચી તો ગયું પણ કઇઇ એવું બન્યું કે કપિરાજનાં ગ્રૃપને ત્યા ને ત્યા એક – બે – નહીં પણ ચાર દિવસ વિતાવવાની નોબત આવી ગઇ.

વાત એવી બની કે તળાવની વચ્ચે આવેલા પીપળનાં વૃક્ષ પર 4 વાંનરોઓ ચડ્યા અને એજ સમયે અચાનક જ તળાવમાં પાણી આવી જતાં કપિરાજો તળાવની બહાર નીકળી શક્યા નહીં અને પીપળાનાં વૃક્ષ પર જ ફસાઇ ગયા હતા. છેલ્લા 4 દિવસથી પીપળાના વૃક્ષ પર 4 વાનરો ફસાયા હોવાની જાણ ગામ લોકોને થઇ. જેથી તુરંત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમે વાંદરાઓને સહી સલામત રીતે બહાર લાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

જોકે 4 વાંદરાઓનું રેસ્ક્યૂ ઓપરેશન કરવુ મુશ્કેલ હતું. જેથી વૃક્ષ વચ્ચે દોરડુ બાંધી વાંદરાઓને બહાર લાવવા માટે માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ દોરડા પરથી એક પછી એક ચારેય વાંદરાઓ પાણીમાંથી બહાર આવ્યા હતા. વન વિભાગની ટીમ ખાટલાનો તરાપો તૈયાર કરીને તળાવની વચ્ચે આવેલા પીપળાના વૃક્ષ સુધી પહોંચી હતી. રેસ્ક્યૂ ઓપરેશન માટે પુરતા સાધનો નહી હોવા છતા વન વિભાગના કર્મચારીઓએ ટાંચા સાધનો વચ્ચે બચાવ ઓપરેશન શરૂ કર્યું હતું. ઝાડની વચ્ચે દોરડુ બાંધીને ભારે જહેમત બાદ કપીરાજોને બચાવવામાં આવ્યા હતા.

વડોદરાના વણીયાદ ગામમાં પાણીથી છલોછલ ભરેલા તળાવની વચ્ચે આવેલા વૃક્ષમાં ફસાયેલા કપીરાજોને વન વિભાગની ટીમે દિલધડક રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને બચાવી લીધા હતા. વનવિભાગની ટીમે ભારે જહેમત બાદ ચારેય કપીરાજોને બચાવી લેવા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
