Not Set/ રાગિની MMS ૨.૨નું પોસ્ટર લોન્ચ

અત્યારે તમામ ટ્રેડિંગ ટોપિક્સ વચ્ચે સોશિયલ મીડિયા પર એએલટી બાલાજીની આગામી વેબ સીરીઝ રાગિની એમએમએસ-૨.૨ને લઈ અત્યારે ખૂબ જ ચર્ચા છે. થોડા દિવસ પહેલાંજ સીરીઝનો ફર્સ્ટલુક સામે આવ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બબાલ મચાવી હતી. ત્યારે આ સીરીઝનુ પ્રથમ પોસ્ટર જાહેર કરાયુ છે. આ પોસ્ટરને જોઈને એ વધુ સ્પષ્ટ થઈ ગયુ છે કે આ વેબસીરીઝમાં […]

Entertainment

અત્યારે તમામ ટ્રેડિંગ ટોપિક્સ વચ્ચે સોશિયલ મીડિયા પર એએલટી બાલાજીની આગામી વેબ સીરીઝ રાગિની એમએમએસ-૨.૨ને લઈ અત્યારે ખૂબ જ ચર્ચા છે. થોડા દિવસ પહેલાંજ સીરીઝનો ફર્સ્ટલુક સામે આવ્યો હતો, જેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ બબાલ મચાવી હતી. ત્યારે આ સીરીઝનુ પ્રથમ પોસ્ટર જાહેર કરાયુ છે. આ પોસ્ટરને જોઈને એ વધુ સ્પષ્ટ થઈ ગયુ છે કે આ વેબસીરીઝમાં હોરર અને બોલ્ડનેસની ભરમાર જોવા મળશે. પોસ્ટરમાં કરીશ્મા શર્મા અને સિદ્ધાર્થ ગુપ્તાની બોલ્ડ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે વેબસીરીઝમાં હોટસીનની ભરમાર હશે. 

સુત્રો મુજબ આ પોસ્ટર ઇન્ડિયન ડિઝિટલ પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવેલ અત્યાર સુધીના સૌથી બોલ્ડ પોસ્ટરમાંનુ એક છે.

આ વેબસીરીઝની વાર્તા બે યુવતિઓ પર આધારીત છે. આ બન્ને યુવતિઓએ પોતાના કોલેજની કેટલીક અસામાન્ય ઘટનાઓની સાક્ષી બની છે. બન્ને આ રહસ્યોને ઉકેલવા માટે જરુરી બતાવવામાં આવેલ એમએમએસની સીડીને શોધવામાં લાગી જાય છે. આ દરમિયાન શું શું બને છે તે વેબસીરીઝમાં દર્શાવવામાં આવશે.