રાખી સાવંત ફરી એકવાર તેના નવા લુકને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા રાખી સાવંતે ગળામાં મંગલસૂત્ર અને માંગમાં સિંદૂર લગાવ્યુ છે. જોકે, આ વીડિયોમાં રાખી એક વેબ શોનું પ્રમોશન કરી રહી છે, પરંતુ યુઝર્સ તેના આ લુકને લઇને વધુ ચર્ચા કરી રહ્યા છે.
https://www.instagram.com/p/B0lKr-FH33l/?utm_source=ig_web_copy_link
રાખી સાવંતનાં સિંદૂર અને મંગલસૂત્ર સાથેનાં લુકને જોયા બાદ તેના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યૂઝર્સ રાખીને આ વિશે વિવિધ સવાલો પૂછી રહ્યા છે. કેટલાક રાખી સાવંતને તેના પતિનું નામ પૂછી રહ્યા છે, તો કોઈ પૂછે છે કે આ સિંદૂર કોના નામનું લગાવ્યુ છે? તેટલું જ નહીં, ઘણા યૂઝર્સ રાખીની ચુટકી પણ લઈ રહ્યા છે અને તેઓ તેને કહી રહ્યા છે કે કોણ છે તે બિચારો કે જેણે તારી સાથે લગ્ન કર્યાં છે. જોકે, રાખીએ હાલમાં યુઝર્સનાં આ સવાલોનો જવાબ આપ્યો નથી.
https://www.instagram.com/p/Bz0WMgxhJpO/?utm_source=ig_web_copy_link
આ પહેલાં રાખીએ સોશિયલ મીડિયા પર બ્રાઇડલ શૂટનાં ફોટા શેર કર્યા હતા, જેમાં તે વ્હાઇટ વેડિંગ ગાઉનમાં જોવા મળી હતી. ફોટામાં, રાખીએ એક સ્ટડ ટિયારા સાથે મેચિંગ હેવી નેકલેસ અને ઇયરરિંગ્સથી તેના લુકને એક અલગ રૂપ આપ્યુ હતુ. આ સાથે, તેણે ક્રિશ્ચિયન બ્રાઇડની જેમ વેલ પણ લગાવ્યુ હતુ. રાખીનાં પર્પલ લિપ શેડ અને મેચિંગ સ્પાર્કલ આઇ મેક-અપ તેના લુકને હાઇલાઇટ કરે છે. તેના હાથમાં મહેંદી અને લાલ રંગનાં ચૂડા પણ દેખાય છે.
https://www.instagram.com/p/B0ftiFPndu2/?utm_source=ig_web_copy_link
એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે રાખી સાવંતે 28 જુલાઇએ એનઆરઆઈ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. રાખીનાં લગ્નમાં પરિવારનાં ફક્ત નજીકનાં સભ્યો જ જોડાયા હતા. જો કે, આ સમાચાર પર રાખીએ જણાવ્યું છે કે તે એક બ્રાઇડલ શૂટ હતો. રાખી સાવંતે કહ્યું હતું કે, હું જેડબ્લ્યૂ મેરિયટ હોટલમાં એક બ્રાઇડલની શૂટિંગ કરી રહી હતી, મને ખબર નથી કે લોકો શા માટે કહે છે કે મારા લગ્ન થયા છે. હું પરિણીત નથી, હું કોઈ સંબંધમાં નથી. હું સંપૂર્ણ રીતે સિંગલ છું. જોકે, ગળામાં સિંદૂર અને મંગલસુત્રવાળા વીડિયોનાં સામે આવ્યા બાદ તેના લગ્નનાં સમાચાર અંગેની અટકળો ફરી એકવાર તીવ્ર થઇ છે.

જણાવી દઈએ કે આ પહેલા રાખીનાં સંબંઘ દિપક કલાલ સાથે હોવાનુ સામે આવ્યુ હતુ. રાખી માટે ઘણીવાર કહેવામાં આવે છે કે તે માત્ર મીડિયામાં બની રહેવા માટે આ બધુ કરતી હોય છે. જો કે તેણે દિપક કલાલ સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરી ઘણા વિવાદિત નિવેદન પણ આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં બની રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
