જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 ની ચર્ચા લોકસભામાં થઈ રહી છે. કોંગ્રેસ વતી મનીષ તિવારીએ ગૃહમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. આ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો કે, સંસદ પોતે જમ્મુ-કાશ્મીર અંગે નિર્ણય કેવી રીતે લઈ શકે છે, જ્યારે ત્યાંની વિધાનસભા ભંગ છે.
મનીષ તિવારીએ કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરનાં ઇતિહાસનું વર્ણન કરતા કહ્યું કે, ભારતમાં કોઈએ વિલય કર્યો હતો તો તે જવાહરલાલ નેહરુની સરકાર હતી, જેમણે જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું કે, તમામ ઇતિહાસ જણાવવાની જરૂરિયાત એટલે અનુભવાઈ, કારણ કે સરકાર જે બિલ લઇને આવી છે તેમા રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વાત કરવામાં આવી છે.
મનીષ તિવારીએ કહ્યું કે, બંધારણની કલમ 3 મુજબ કોઈપણ રાજ્યની સીમામાં ચેડાં થાય તે પહેલાં તે રાજ્ય સાથે વાર્તાલાભ કરવો જરૂરી છે. હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે અને સંસદને કહેવામાં આવી રહ્યું છે કે તમે પોતે ચર્ચા વિચારણા કરી લો. કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવતા કહ્યુ કે, આજે તમે કલમ 370 નાબૂદ કરો છો તો પૂર્વોત્તરનાં રાજ્યોને શું સંદેશો મોકલી રહ્યા છો, કાલે શું સરકાર 371ને પણ નાબૂદ કરી દેશે.
M Tewari, Congress, in Lok Sabha: Indian constitution does not have only #Article370. It also has Article 371 A to I. They provide special rights to Nagaland, Assam, Manipur, Andhra, Sikkim etc. Today when you're scrapping Article 370,what message are you sending to these states? pic.twitter.com/3KESRZqR3y
— ANI (@ANI) August 6, 2019
મનીષ તિવારીએ વધુમાં કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરનું બંધારણ શું કહે છે, તેનો એક અલગ જ બંધારણ છે, જે 26 જાન્યુઆરી 1957નાં રોજ લાગુ થયો હતો. હવે તે બંધારણનું શું થશે, શું તેને નાબૂદ કરવા માટે બિલ લાવવામાં આવશે. હુ બહુ વિનમ્રતાની સાથે કહેવા માગુ છુકે આ ગેરબંધારણીય દુર્ઘટના છે, જે આજે સદનમાં થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
