ભારત સરકાર દ્વારા કાશ્મીર મામલે લેવામાંં આવેલા ક્રાંતિકારી પગલાને પગલે પહેલા વિશેષ દરજ્જો ધરાવતુ રાજ્ય જમ્મુ-કાશ્મીર, હવે સામાન્ય કેન્દ્રશાસિત પ્રદેશ બની જવાની સાથે સાથે બે ભાગમાં પણ વહેચાય ગયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી હવે લદ્દાખને અલગ જાહેર કરવામાં આવ્યું છે. તો વળી લદ્દાખ કેન્દ્ર હસ્તગતનું કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામા આવ્યું છે. જ્યા કોઇ વિધાનસભા નહીં હોય, પરંતુ તેનુ એડમિનીસ્ટ્રેશન કેન્દ્ર સરકારનાં હાથમાં હશે. 
ભારતનાં આ ક્રાંતિકારી પગલાથી ચીનનાં પેટમાં તેલ રેડાયું છે. અને ચીને આવુ નહીં ચાલે આ રદ બાતલ નિર્ણય છે તેવી વાત સાથે સખત નારાજગી દર્શાવી છે. અને ભારતનાં આ નિર્ણયને સ્વીકાર કરવાની ના પાડી રહ્યું છે. જો કે આ મામલે ભારત સરકાર દ્રારા ચીનને તેની જ ભાષામાં જવાબ આપી દેવામાં આવ્યો છે. ભારત દ્રારા સ્પષ્ટ કહી દેવામા આવ્યું છે કે “ભારત કોઈ દેશની આંતરિક બાબતમાં બોલતા નથી, અને બીજા દેશો પાસે પણ આવી જ આશા કરીએ છીએ.”

આપને જણાવી દઇએ કે, ચીની સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સનાં અહેવાલ પ્રમાણે ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ચીન ભારતીય પ્રશાસન અંદર ચીની ક્ષેત્રને સામેલ કરવાનો વિરોધ કરે છે, જે ચીનની ક્ષેત્રીય અખંડતા અને સર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. આ અસ્વીકાર્ય છે.’ ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં ચીની સેના દ્વારા વારંવાર ઘુસણખોરી કરવાનાં સમાચારો આવતા રહે છે. ચીની ભારતનાં આ ભાગને પોતાનો ગણાવી, પોતાનો અધિકાર હોવાની વાતો કરતું રહ્યું છે.

ચીનની આવી આશા મુજબની પ્રતિક્રિયા પર ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારથી કહ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ 2019 ભારતનો આંતરિક મુદ્દો છે. ભારત કોઈ દેશનાં આંતરિક મુદ્દામાં કંઇ નથી બોલતું અને અમે પણ બીજા દેશો પાસેથી આવી જ આશા રાખીએ છીએ.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
