Not Set/ કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદની શ્રીનગર એરપોર્ટ પર કરાઇ અટકાયત

કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, રાજ્યસભાનાં વિપક્ષી નેતા આઝાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલની શોપિયાંમાં સ્થાનિકો સાથેની મુલાકાત અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ આઝાદને તેમના નિવેદન બદલ માફી માંગવા કહ્યું […]

India

કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, રાજ્યસભાનાં વિપક્ષી નેતા આઝાદે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલની શોપિયાંમાં સ્થાનિકો સાથેની મુલાકાત અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ આઝાદને તેમના નિવેદન બદલ માફી માંગવા કહ્યું છે. આઝાદે કહ્યું છે કે ‘તમે પૈસા લઈને કોઈને પણ તમારી સાથે લાવી શકો છો’. જમ્મુ-કાશ્મીરથી કલમ 370 નાબૂદ થયા બાદ આઝાદ પ્રથમ વખત શ્રીનગર પહોંચ્યા છે.

શ્રીનગર પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં આઝાદે કહ્યું હતું કે, ‘તમે પૈસા આપીને કોઈને પણ તમારી સાથે લઈ શકો છો’. આઝાદ ગુરુવારે સવારે દિલ્હીથી શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગર પહોંચતા તેમણે કહ્યું, ‘સંસદ સત્ર પછી હું હંમેશાં કાશ્મીર જઉં છું. મેં આ માટે કોઈની પાસેથી પરવાનગી લીધી નથી. હું ત્યાં હાજર લોકોને તકલીફ અને સંકટમાં મળવા જઈ રહ્યો છું. ‘ ઘાટીનાં મુખ્ય ધારાનાં નેતા ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે.

કાશ્મીર જતા પહેલા આઝાદે સરકારનાં આ પગલા પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનાં લોકો ગુસ્સે છે. ઇન્ટરનેટ અને વોટ્સએપ ચાલતું નથી. વાહનોની અવરજવર રહેતી નથી. આ પહેલું રાજ્ય છે જ્યાં કર્ફ્યુ લાદ્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે મંગળવારે એક ઠરાવ પસાર કરીને કહ્યું કે, કલમ 370 અલોકતાંત્રિક રીતે નાબૂદ કરવામાં આવ્યો છે, પાર્ટી તેનો વિરોધ કરે છે.

જણાવી દઈએ કે, અજિત ડોભાલે બુધવારે શોપયાની મુલાકાત લીધી હતી અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. એનએસએ કાશ્મીરી લોકો સાથે બપોરનું ભોજન કરતા પણ જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, ઘાટીનાં લોકોએ તેમને કહ્યું છે કે તેઓ મોદી સરકારનાં આર્ટિકલ 370 નાં હટવાના નિર્ણયથી ખુશ છે. ડોભાલે કહ્યું, ‘ઘાટીમાં વારંવાર બંધ કરવાથી કઇપણ પ્રાપ્ત થયું નથી. વિકાસ અને પ્રગતિથી દરેક સમસ્યાઓ દૂર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.