Not Set/ રેસલર બબીતા ફોગાટે CM ખટ્ટરનાં નિવેદનને ઠેરાવ્યુ યોગ્ય, જાણો શું કહ્યુ

પ્રખ્યાત રેસલર બબીતા ​​ફોગાટ સોમવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાઇ ગઇ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેઓ ભાજપની નીતિઓ અને તેમના નેતાઓની દૂરદર્શિતાની સમર્થક છે. ફોગાટે ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલ 21 કોમનવેલ્થ ગેમ્સમાં રજત પદક જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. તાજેતરમાં ફોગાટ હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવેદનનાં સમર્થનમાં સામે આવી હતી, જેમાં ખટ્ટરે ‘કાશ્મીરી […]

India

પ્રખ્યાત રેસલર બબીતા ​​ફોગાટ સોમવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાઇ ગઇ છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, તેઓ ભાજપની નીતિઓ અને તેમના નેતાઓની દૂરદર્શિતાની સમર્થક છે. ફોગાટે ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલ 21 કોમનવેલ્થ ગેમ્સમાં રજત પદક જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. તાજેતરમાં ફોગાટ હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવેદનનાં સમર્થનમાં સામે આવી હતી, જેમાં ખટ્ટરે ‘કાશ્મીરી છોકરીઓ’ પર ‘હળવાશભરી ટિપ્પણી’ કરી હતી, જેના પગલે વિવાદ ઉભો થયો હતો. રેસલરે તેમને સમર્થન આપતાં કહ્યું કે, તેણે જે કહ્યું તેમા કશુ પણ અપ્રિય નથી.

ટ્વિટર પર એક પત્રકારને જવાબ આપતાં અર્જુન અવાર્ડીએ કહ્યું હતું કે, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે એવું કોઈ નિવેદન આપ્યું નથી કે, જેનાથી આપણી બહેન અને દીકરીઓનુ અનાદર થાય. હું મીડિયાને વિનંતી કરું છું કે તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન ન કરો. ‘ પત્રકારે ખટ્ટરની ટિપ્પણી અંગે ફોગાટ બહેનોનો જવાબ માંગ્યો હતો, જ્યાં તેમણે ‘લાઇટર નોટ’ પર કહ્યું હતું કે, કલમ 370 ના રદ થયા પછી હરિયાણા હવે કાશ્મીરથી નવ વધૂ લાવી શકે છે, જે હેઠળ કાશ્મીરી મહિલાઓ જમ્મુ-કાશ્મીરની બહારનાં કોઇ વ્યક્તિની સાથે લગ્ન કર્યા બાદ સંપત્તિનો અધિકાર ગુમાવી દેતી હતી.

શુક્રવારે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ફતેહાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 પાછી ખેંચ્યા બાદ હરિયાણાની પ્રજા હવે કાશ્મીરથી દુલ્હન લાવી શકશે. તેમણે કહ્યું કે, જો છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી હોય તો મુશ્કેલીઓ આવી શકે છે. અમારા ઓ.પી.ધનખડજીએ કહ્યું હતું કે બિહારથી નવવધૂઓ લાવવી પડશે. પરંતુ કેટલાક લોકોએ કહ્યું કે, કાશ્મીર ખુલ્લું છે, તેથી ત્યાંથી નવવધૂઓ લાવવામાં આવશે. પરંતુ મજાકની વાતને બાજુએ રાખીને, સવાલ એ છે કે જો ગુણોત્તર (લિંગ રેશિયો) સાચો હશે તો સમાજમાં સંતુલન સારું રહેશે. તેમના આ નિવેદન બાદ ઘણી ટીકા થઈ હતી.

જે પછી, ખટ્ટરએ સ્પષ્ટતા કરી કે, મીડિયાએ તેને ખોટી રીતે રજૂ કર્યું છે. તેમણે મીડિયાને ગેરમાર્ગે દોરવાનો અને તેની વિરુદ્ધ તથ્યહીન અભિયાન ચલાવવાનો આરોપ લગાવતા આ ઘટનાનો આખો વીડિયો ટ્વિટર પર શેર કર્યો. ખટ્ટરે ટ્વીટ કર્યું હતું કે, ‘દીકરીઓ અમારું ગૌરવ છે. આખા દેશની દીકરીઓ પણ અમારી દીકરીઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.