કર્ણાટકમાં કોંગ્રેસના બળવો બાદ અયોગ્ય જાહેર કરાયેલા 14 ધારાસભ્યોમાંથી એક એમટીબી નાગરાજ ફરી ચર્ચામાં છે, આ વખતે તે મોંઘી કાર ખરીદવાના લીધે ચર્ચામાં આવ્યા છે. એમટીબી નાગરાજે 11 કરોડની કિંમતની કાર રોલ્સ રોયસ ફેન્ટમ VIII ખરીદી છે. જો કે, ટેક્સ વગેરે ભર્યા પછી આ લક્ઝરી કારની કિંમત વધી શકે છે.
જુલાઈમાં કર્ણાટક-જેડીએસ સરકારના કુલ 17 ધારાસભ્યોએ નારાજગીના કારણે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ રાજ્યમાં ચાલતી ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. જો કે ત્યારબાદ સ્પીકરે કોંગ્રેસના 14 ધારાસભ્યોને ગેરલાયક અયોગ્ય હતા. આ ધારાસભ્યોમાં એમટીવી નાગરાજ પણ શામેલ હતા.
He was already a millionaire – but now fresh from his holiday in Mumbai, for where he took off for by a personal flight (remember), recently disqualified @INCKarnataka MLA @MTBNagaraj (centre right of photo) poses with this new Rolls Royce Phantom. pic.twitter.com/UNJEipJtJJ
— Nivedith Alva (@nivedithalva) August 14, 2019
અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તેણે હજી સુધી તેની કાર પર ટેક્સ ભર્યો નથી. તે કર્ણાટકના પહેલા નેતા નથી કે જેમની પાસે આવી મોંઘી કાર છે. કર્ણાટકમાં ખાણકામ માટે જાણીતા જનાર્દન રેડ્ડીની પણ આવી જ કાર છે. જ્યારે એમટીબી નાગરાજે આવી મોંઘી કાર ખરીદી હતી ત્યારે કોઈને આશ્ચર્ય થયું ન હતું કારણ કે તે દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાં છે.
તેમણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક હજાર કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આપને જણાવી દઇએ કે જ્યારે એમટીબી નાગરાજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે તેમને મનાવવાના ઘણા પ્રયાસો થયા હતા.
કોંગ્રેસ નેતા ડી.કે.શિવકુમારે પણ તેમને રાજીનામું પાછું લેવા કહ્યું હતું. પરંતુ એમટીબી નાગરાજે પોતાનો નિર્ણય બદલ્યો નહિ. રોલ્સ રોયસ કાર સાથે કોંગ્રેસના બળવાખોર નેતાની હાજરીનો ફોટો, કોંગ્રેસ પ્રવક્તા નિવેદિત આલ્વાએ પણ ટ્વીટ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
