ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે કાર કંપનીઓ ગ્રાહકોને લોભાવવા માટે મોટી છૂટ આપી રહી છે. મહિન્દ્રા પછી, નિસાન અને ડેટસનનાં ડીલરો પણ વાહનો પર ગ્રાહકોને આકર્ષક ઓફરો આપી રહ્યા છે. Carwale.com મુજબ વાહનો પર જે લાભ મળે છે તે કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેંજ બોનસ, વ્યાજ દર અને વિસ્તૃત વોરંટીનાં રૂપમાં આપવામાં આવી રહ્યા છે.
Nissan Sunny Sedan Car
Nissan ની સેડાન કાર સની પર ગ્રાહકોને સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ કાર પર તમે 75 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. જેમા તમે 45 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 30 હજાર રૂપિયા એક્સચેંજ બોનસ મેળવી શકો છો.
Nissan Kicks
વળી નિસાન કિક્સને 55 હજાર રૂપિયાની એક્સચેંજ ઓફર, ત્રણ વર્ષની વોરંટી, 7.99% વ્યાજ દર અને રોડ સાઇડ અસિસ્ટેન્સની ઓફર મળી રહી છે.
Nissan Micra
Nissan Micra પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ આપવામાં આવી રહ્યું છે. જ્યારે નિસાન માઇક્રા એક્ટિવ પર 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ આપવામાં આવી રહ્યું છે.
Datsun
Datsun ની ગાડીઓ પર 37 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવા ઉપરાંત, કંપની Redi-Go પર 25 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 12 હજાર રૂપિયાનાં એક્સચેંજ બોનસ પણ આપી રહી છે. Go અને Go Plus પર 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15 એક હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
