સામગ્રી
250 ગ્રામ પનીર
500 ગ્રામ ટામેટાં (બાફી પ્યુરી)
1/2 કપ દૂધ
1 કપ ક્રીમ
2 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
2 ટેબલસ્પૂન કાજુની પેસ્ટ
3 ટેબલસ્પૂન ઘી
1 ટેબલસ્પૂન આદું-લસણની પેસ્ટ
મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, જીરુ
બનવાની રીત
પહેલાં એક વાસણમાં ઘી મૂકી, તેમાં જીરું નાખો જીરું તતડે એટલે આદું-લસણની પેસ્ટ નાંખવી. સાધારણ શેકી તેમાં ટોમેટો પ્યુરી, ટોમેટો કેચપ, મીઠું, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાંખવો.
શેકાય એટલે કાજુની પેસ્ટ અને થોડું પાણી નાંખી ધીમા તાપ પર થવા દેવું.
પછી પનીરના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું. ઠંડા પડેલા પનીર-મસાલામાં ઘટ્ટ થાય તેટલું દૂધ નાંખવું. દૂધ નાંખ્યા પછી સાધારણ ગરમ કરવું. વધારે ગરમ કરવું નહિ. કારણ ફાટી જવાનો સંભવ રહે છે.
પછી ક્રીમ નાંખી ખૂબ ધીમા તાપ ઉપર ગરમ કરી, ઉતારી લેવું.
ક્રીમ નાંખી, ગરમ ગરમ પીરસવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.