Not Set/ RIP Khayyam :  ખૈયામના મોતથી દુ:ખી બોલિવૂડ, ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

પ્રખ્યાત સંગીતકાર મોહમ્મદ ઝહુર ખૈયામના નિધન બાદ હિન્દી સિનેમામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ખૈયામ લાંબા સમયથી ફેફસાના રોગથી પીડાઈ રહ્યા હતા.  ‘ઉમરાવ જાન’, ‘બજાર’, ‘કભી કભી’, ‘નૂરી’, ‘ત્રિશુલ’ જેવી હિટ ફિલ્મોના ગીતોની રચના કરનાર ખૈયામને  ઘણા લોકો બદકિસ્મત માનતા હતા. ખૈયમના મોતથી દુખી, સોનમ કપૂર, પીએમ મોદી, લતા મંગેશકર, જાવેદ અખ્તર, વિશાલ દદલાનીએ ટ્વિટ […]

Top Stories India Entertainment

પ્રખ્યાત સંગીતકાર મોહમ્મદ ઝહુર ખૈયામના નિધન બાદ હિન્દી સિનેમામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ખૈયામ લાંબા સમયથી ફેફસાના રોગથી પીડાઈ રહ્યા હતા.  ‘ઉમરાવ જાન’, ‘બજાર’, ‘કભી કભી’, ‘નૂરી’, ‘ત્રિશુલ’ જેવી હિટ ફિલ્મોના ગીતોની રચના કરનાર ખૈયામને  ઘણા લોકો બદકિસ્મત માનતા હતા. ખૈયમના મોતથી દુખી, સોનમ કપૂર, પીએમ મોદી, લતા મંગેશકર, જાવેદ અખ્તર, વિશાલ દદલાનીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

સૂર સામ્રાગની  લતા મંગેશકર, ખૈયામના મૃત્યુથી બહુ દુખી છે. લતાએ ખૈયામના નિર્દેશનમાં અનેક હિટ અને યાદગાર ગીતો ગાયા છે. તેમણે ટ્વિટ કરીને ખૈયામને અને તેમના સંગીતને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

લતા મંગેશકરે લખ્યું – મહાન સંગીતકાર અને સારા દિલના માણસ, ખૈયામ સાહેબ આજે આપણી સાથે નથી. મને આ સાંભળીને ખૂબ દુખ થાય છે, જે હું કહી શકું તેમ નથી. ખૈયામ સાહેબ સાથે સંગીતનો એક યુગ પૂરો થયો. હું તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપું છું. લતા ખૈયામ સાહેબ સાથેના તેમના સંબંધ વિશે લખે છે – ખૈયામ સાહેબ મને તેની નાની બહેન માનતા હતા. તે મારા માટે તેમની વિશેષ પસંદગીના ગીતો બનાવતા હતા. તેમની સાથે કામ કરતી વખતે મને ખૂબ સારું લાગતું હતું અને થોડો ડર પણ લાગ્યો હતો. કારણ કે તે એક મહાન પરફેક્શનિસ્ટ હતા.

 

ખૈયામ અને લતા મંગેશકર ની જોડીના કેટલાક યાદગાર ગીતો –

કભી કભી મેરે દિલ મે  ખ્યાલ આતા હૈ – કભી કભી

મોહબ્બત  બડે કામ કી ચીજ હૈ – ત્રિશૂલ

જનેમાં તું કમાલ કરતે હો  – ત્રિશૂલ

આજા રે ઑ મેરે દિલબર આજા – નુરી

દિખાઈ દિયે યું – બાજાર

હજાર રાહે મુડ્કે દેખી  – થોડી સી બેવફાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.