દેશનાં પોણાથી વધારે ભાગોમાં હાલ પૂરની સ્થિતિ જોવામાં આવી રહી છે. અને આપણે વારંવાર જોવાનાં સાંભળવામાં આવે છે કે, સેના દ્વારા પૂરમાં ફસાયેલા આટલા લોકોનું સફળતાથી રેસ્ક્યું કરવામાં આવ્યું, તો ક્યારેક રેસ્ક્યું દરમ્યાન દુર્ધટના પણ બને છે, જેમા સૈનિકો હોમાય પણ છે. હાલમાં જ એક રેસ્ક્યું બાદ એક સેનાનું એક હેલીકોપ્ટર ટુંટી જવાની ઘટના બની છે અને જવાનો સહિત બચાવવામાં આવેલ લોકોનાં જીવનની આહુતી ચડી ગઇ હતી. પરંતુ આ તમમા બાબતો કાં તો આપને સાંભળવામાં આવે છે કાં તો, વિડીઓ કે સમાચારનાં માધ્યમથી જોવામાં પણ કોઇ દિવસ આ કવાયતો લાઇવ જોવામાં આવતી નથી. પરંતુ આજે સેના દ્વારા ગાંધીનગર ખાતે આ કવાયતોને લાઇવ બતાવવામાં આવી હતી.

જી હા, ગાંધીનગરમાં વાયુસેનાનાં IAF દ્વારા રેસ્ક્યું કવાયતો યોજી જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એરફોર્સના ચૂનંદા જવાનો દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. પૂરમાં રેસ્ક્યુ કરવાનો લાઈવ ડેમો એરફોર્સના જવાનોએ બતાવ્યો હતો. મહત્વનું છે કે, પૂર દરમિયાન આ પ્રકારની કાર્યવાહીથી જ એરફોર્સના જવાનોએ અનેક લોકોના જીવ બચાવ્યા છે. ત્યારે આ લાઇવ રેસ્ક્યું કવાયતો જોઇ ત્યાં ઉપસ્થિત હર કોઇ હેરતઅંગેજ બની રહ્યા હતા.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
