Not Set/ બિલાવલ ભુટ્ટો : શ્રીનગર લેવાની વાત કરતા પાક.ને આજે મુઝફ્ફરાબાદ બચાવવું ભારે પડી રહ્યું છે

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) નાં પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાશ્મીર મુદ્દે પોતાના જ પીએમ ઇમરાન ખાન પર જોરદાર પ્રહાર કર્યા છે. ભુટ્ટોએ ઇમરાન ખાનને કાશ્મીર મુદ્દે નિષ્ફળ ગણાવ્યા છે. પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, એક સમય હતો જ્યારે અમે શ્રીનગરને ભારતથી છીનવી લેવાની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે […]

Top Stories World

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) નાં પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાશ્મીર મુદ્દે પોતાના જ પીએમ ઇમરાન ખાન પર જોરદાર પ્રહાર કર્યા છે. ભુટ્ટોએ ઇમરાન ખાનને કાશ્મીર મુદ્દે નિષ્ફળ ગણાવ્યા છે. પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, એક સમય હતો જ્યારે અમે શ્રીનગરને ભારતથી છીનવી લેવાની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારે મુઝફ્ફરાબાદને બચાવવુ પણ મુશ્કેલ દેખાઇ રહ્યુ છે.

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન કાશ્મીરને લઇને સમર્થન માટે દુનિયાભરમાં ભટકતા રહ્યા, પરંતુ એક પણ દેશ પાકિસ્તાનની તરફેણમાં ઉભો રહ્યો નહી. આ સાથે જ પાકિસ્તાનમાં નેતાથી લઈને સામાન્ય લોકો સુધી પણ ઇમરાનની ટીકા થઈ રહી છે. હવે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીનાં અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી આ ટીકા કરનારાઓમાં એક નવું નામ તરીકે ઉમેરાયા છે.

બિલાવલ ભુટ્ટોએ તેના નિવેદનમાં કહ્યું કે, હવે દેશની સામે તે વાત સ્પષ્ટ થઈ ગઇ છે કે કોઈ પણ સરકાર એટલી નિષ્ફળ થઈ નથી જેટલી આ (ઇમરાન ખાન) સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ, પાકિસ્તાન દુનિયાભરમાં સમર્થનની શોધમાં ભટકતું રહ્યું છે, પરંતુ કોઈ પણ દેશ આ દેશને મદદ કરવા માંગતુ નથી, આ જ કારણ છે કે હવે ઈમરાનને પોતાના જ દેશમાં ગાળો પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.