સુરત,
સુરતના હજીરામાં એક બાળક ગટરમાં પડી જતાં મોત થયું છે. હજીરા રોડ પર કવાસ ગામે બાળકો રમી રહ્યા હતા ત્યારે તેમનો બોલ ગટર પાસે જતો રહ્યો હતો બોલ ગટરમાં પડી જતા બાળક ફ્લેટની ગટરમાં ઉતર્યો હતો. જેમાં ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લાઈનમાં બાળક ગરકાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં પતિવારજનો બાળકની શોધ કરતાં 2 કલાક બાદ સૂરજ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આપણે જણાવી દઈએ કે હજીરા રોડ પર આવેલા કવાસ ગામમાં રૂપક એપોર્ટમેન્ટમાં ત્રણ બિલ્ડીંગનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. જ્યાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ટાંકીઓ આવેલી છે. આ ટાંકીઑ પાસે કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતાં. રમતા રમતા તેમનો બોલ અંડર ગ્રાઉન્ડ ગટરની ટાંકીમાં પડી જતાં સુરજ તેને લેવા માટે ગટરમાં ઉતર્યો હતો.
આ દુર્ઘટના સર્જાતા સુરજની સાથે રમતા અન્ય બાળકો ડરી ત્યાંથી જતા રહ્યાં હતાં. પરિવારને જાણ થતાં તેઓ સુરજની શોધવા માટે ગયા હતાં. તેમને બે કલાક પછી સૂરજનો મૃતદેહ ગટરની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
2 કલાક બાદ સૂરજ મળી આવતા પરિવારજનો સૂરજને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં હતો. જ્યાં ફરજ પરતના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
