ભારતના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદ પાડોશી દેશ પાકિસ્તાન ખૂબ નારાજ છે. તે અનેક પ્રસંગોએ પોતાની અગવડતા દર્શાવતો રહે છે. તે કાશ્મીરના મુદ્દાને ભારતનો આંતરિક મામલો માનવા માટે તૈયાર નથી, તેથી જ તે વારંવાર ધમકીઓ આપતું જ રહે છે. શુક્રવારે પોતાના દેશને સંબોધન કરતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરામ ખાને ફરી એકવાર કાશ્મીરના નામની માળા જપી હતી. અને ધમકી ઉચ્ચારી હતી કે, જો બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે યુધ્ધ થશે તો તેનું નુકશાન આખી દુનિયાએ ભોગવવું પડશે.
ભારતને ખુલ્લેઆમ ધમકી આપતા પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે, જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવે તો તેની સેના કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. તેમણે કહ્યું, ‘હું મોદીને કહેવા માંગુ છું કે, અમારી સેના કાશ્મીર (પીઓકે) માં કંઈપણ કરવા તૈયાર છે. વિશ્વને જાણવું જોઇએ કે જો બે પરમાણુ સમૃદ્ધ દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો આખું વિશ્વ તેનો ભોગ બનશે. હું જેની પણ સાથે વાત કરું છું, તેને હું ચોક્કસ આ વાત કરું જ છું.
મુસ્લિમો પર અત્યાચાર થાય ત્યારે દુનિયા મૌન રહે છે
કાશ્મીર યુગ પર આયોજીત એક રેલીને સંબોધન કરતાં ખાને કહ્યું કે મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય મૌન ધારણ કરે છે. તેમણે કહ્યું, ‘કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તે આખી દુનિયા જોઈ રહી છે. હું તમને કહેવા માંગુ છું કે જો કાશ્મીરીઓ મુસ્લિમ ન હોત તો આખી દુનિયા તેમની સાથે ઉભી હોત. ‘ પીટીઆઈ નેતાએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓની સાથે ઉભું છે. ખાને કહ્યું, “અમારા કાશ્મીરીઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.” તેમણે આરોપ લગાવ્યો કે સરકાર દેશના બાકીના ભાગોથી આશરે 80 લાખ કાશ્મીરીઓને અલગ રાખી રહી છે.
ભારત પીઓકેમાં બાલાકોટ જેવું કંઈક કરી શકે છે
બાલાકોટના કેમ્પો પર એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને અત્યાર સુધી નકારી રહેલા ઈમરાન ખાને હવે સ્વીકાર્યું છે કે ભારતીય સૈન્ય પીઓકેમાં બાલાકોટ જેવું કંઇક કરી શકે છે. તેમણે આરએસએસ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે તે મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક તરીકે રાખવા માંગે છે. તે હિન્દુઓને સર્વોત્તમ માને છે. ખાને કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં કાશ્મીર મુદ્દો ઉઠાવશે. ખાને કહ્યું કે હું સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ મુદ્દો ઉઠાવશે. મેં યુરોપના નેતાઓ, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇસ્લામી દેશોના નેતાઓને કાશ્મીર વિશે કહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
