યુપીના ઇટાવા જિલ્લામાં શનિવારે ગામમાં 10, 50 અને 100 ની ચલણી નોટોના ટુકડા રસ્તા પર વેરાઈ ગયાં હતા. અને આ દ્રશ્ય જોઇને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નોટો લેવા માટે મોટું ટોળું એકત્રિત થયું.
મળતી માઇટી પ્રમાણે, ઇટાવા-બરેલી હાઈવે પર બસરેહરથી નીકળતા લિન્ક રોડ નો છે. બસરેહર પોલીસ સ્ટેશન વિસ્તારના રહીન રોડ ગામ શેરપુરાની સામે, નોટ ભરેલી ટ્રક સવારે ચાર વાગ્યાની આસપાસ જઇ રહી હતી, ત્યારે ટ્રક પરની તાડપત્રી ઝાડમાં ગુંચવાઈ ગઈ હતી.અને ફાટી ગયી હતી. જેના કારણે તેમાં રહેલી ચલણી નોટોના ટુકડા રોડ પર ફેલાઈ ગયાં હતા.
લગભગ બે કિલોમીટરની ત્રિજ્યામાં આ ટુકડા ફેલાઈ ગયાં હતા. સવારે આ દ્રશ્ય જોઈને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા. નાના બાળકો ત્યાં પહોંચ્યા અને નોટો વિણવાનું શરૂ કર્યુ હતું.
આ કેસમાં બસરેહર પોલીસ સ્ટેશનના અધિકારી મુકેશ બાબુ ચૌહાણનું કહેવું છે કે, વાહનને જોવામાં કોઈને સફળતા મળી નથી. મોટી સંખ્યામાં વિખરાયેલી નોટો ના ટુકડા જ મળી આવ્યા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
