Not Set/ આજથી મોંધી થઈ ઓનલાઇન ટ્રેન ટિકિટ, આ રીતે બચાવી શકો છો પૈસા

આજથી IRCTC દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરવા પર વધુ ખર્ચ થશે, કારણ કે સર્વિસ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. IRCTC ની વેબસાઇટ પર ટિકિટ બુક કરીને હવે તમારે 20-40 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. જો તમે સ્લીપર ક્લાસ માટે ઓનલાઇન ટિકિટ બુક કરશો તો તમારે 20 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એસી ક્લાસ માટે, તમારે ઓનલાઇન ટિકિટ […]

Top Stories India

આજથી IRCTC દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરવા પર વધુ ખર્ચ થશે, કારણ કે સર્વિસ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. IRCTC ની વેબસાઇટ પર ટિકિટ બુક કરીને હવે તમારે 20-40 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે.

જો તમે સ્લીપર ક્લાસ માટે ઓનલાઇન ટિકિટ બુક કરશો તો તમારે 20 રૂપિયા વધુ ચૂકવવા પડશે. એસી ક્લાસ માટે, તમારે ઓનલાઇન ટિકિટ પર 40 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

જો કે, ભીમ એપ(BHIM App)નો ઉપયોગ કરવા પર ફાયદો થશે, તમારે સ્લીપર ક્લાસ માટે 10 રૂપિયા વધુ અને સ્લીપર ક્લાસ માટે માત્ર 20 રૂપિયા આપવાના રહેશે.

આપને જણાવીએ કે 8 નવેમ્બર 2016 ના રોજ, મોદી સરકારે નોટબંધીની ઘોષણા કરી. તે પછી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઓનલાઇન ટિકિટ પરનો સર્વિસ ચાર્જ પાછો ખેંચાયો હતો.

સરકારના નિર્ણયથી સકારાત્મક અસર જોવા મળી અને IRCTCની વેબસાઇટ પ જઈને ઓનલાઇન ટિકિટ બુક કરાવવાનું વલણ વધ્યું. જો કે, તે પહેલાં સર્વિસ ચાર્જ કલેક્શનનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે ફરીથી લાગુ કરવામાં આવ્યો છે.

રેલ્વે વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલ્વે ટિકિટ બુકિંગમાં ઓનલાઇન ટિકિટનો હિસ્સો 55-60 ટકા છે. આવી સ્થિતિમાં રેલ્વેની આવકમાં વધારો થશે. હાલમાં, દરરોજ 11-12 લાખ ટિકિટ બુક કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.