ભાગેડુ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા આખરે પ્રગટ થયા છે.સોશિયલ મિડીયા મારફતે ભકતો સમક્ષ આવેલા ધનજી ઓડે વિડીયોમાં અનેક ખુલાસા કર્યા છે.સમગ્ર ઘટનામાં પોતે નિર્દોષ હોવાની વાત કરી છે.પંદર મિનીટના આ વિડીયોમાં તેની સામે કાવતરૂ રચાયુ હોવાની વાત કરી છે.માનસિક રીતે ભાગી પડેલા ધનજીએ ભાવિકોનો સહકાર માંગ્યો છે.
આપને જણાવી દઈએ કે આવતીકાલે કોર્ટમાં તેની સામે થયેલા કેસમાં સુનાણી થવાની છે. તે પહેલા તેણે મગરના આંસુ સારતા ફરી એક વખત પોતાના સમર્થકનો ઢાલ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ઢબુડી ઉર્ફે ધનજી ઓડે યુ-ટ્યુબ ચેનલ પર વીડિયો મુક્યો છે.જેમાં પોતે સાચો હોવાનો દાવો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
