Not Set/ ઓટો સેક્ટરમાં ભારે મંદી વચ્ચે Hyundai પોતાની કાર પર આપી રહી છે મોટુ ડિસ્કાઉન્ટ

આજે દેશમાં ઓટો સેક્ટરમાં ભારે મંદી ચાલી રહી છે. ચારે દિશાઓથી છટણીનાં સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ મંદીથી કેવી રીતે બહાર આવવુ તે વિશે કંપનીઓ ખૂબ વિચાર કરી રહી છે. તેવામાં હવે Hyundai એ પોતાની કારની સેલને વધારવા મોટી ઓફર આપવાની જાહેરાત કરી છે. ઓટોમોબાઈલ ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે સ્થાનિક કંપનીઓનાં વેચાણમાં મોટો […]

Tech & Auto

આજે દેશમાં ઓટો સેક્ટરમાં ભારે મંદી ચાલી રહી છે. ચારે દિશાઓથી છટણીનાં સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ મંદીથી કેવી રીતે બહાર આવવુ તે વિશે કંપનીઓ ખૂબ વિચાર કરી રહી છે. તેવામાં હવે Hyundai એ પોતાની કારની સેલને વધારવા મોટી ઓફર આપવાની જાહેરાત કરી છે.

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે સ્થાનિક કંપનીઓનાં વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે વેચાણ વધારવા માટે, ઓટો કંપનીઓને તેમની કાર પર ભારે છૂટ આપવી પડી રહી છે. ઘણી મોટી કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Hyundai તેની કાર પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. Hyundai ની કારો પર આ ડિસ્કાઉન્ટ 30 સપ્ટેમ્બર સુધી રહેશે. હવે તમે વિચાર કરતા હશો કે તે કઇ કાર છે જેના પર આ ઓફર આપવામા આવી રહી છે.

Grandi 10

કંપનીની લોકપ્રિય હેચબેક કાર પર 95,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીની આ ઓફર પેટ્રોલ અને ડીઝલ એમ બંને મોડલ પર મળી રહેશે. કંપનીની આ કારની પ્રારંભિક કિંમત 4.98 લાખ રૂપિયા છે.

Elite i20

Image result for hyundai elite i20

ગ્રાહકોને એલિટ i20 પર 45,000 રૂપિયા અને i20 એક્ટિવ પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીની આ ઓફર કારનાં પેટ્રોલ અને ડીઝલ એમ બંને મોડલ પર ઉપલબ્ધ છે. એલિટ i20 ની પ્રારંભિક કિંમત રૂ. 5.53 લાખ છે અને i20 એક્ટિવની પ્રારંભિક કિંમત 7.74 લાખ રૂપિયા છે.

Santro

Image result for hyundai santro

આ કાર પર ગ્રાહકોને 40,000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યુ છે. કંપનીએ સેન્ટ્રોનો પ્રારંભિક ભાવ 3.90 લાખ રૂપિયા રાખ્યો છે.

Tucson

Image result for hyundai tucson

કંપની પ્રીમિયમ એસયુવી ટક્સન પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપનીની આ ઓફર પેટ્રોલ અને ડીઝલ મોડલ પર ઉપલબ્ધ છે. એસયુવી ટક્સનની પ્રારંભિક કિંમત 18.77 લાખ રૂપિયા રાખવામાં આવ્યો છે.

Verna

Image result for hyundai verna

આ સેડાન કાર પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીનું આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને ડીઝલ એમ બંને મોડલ પર ઉપલબ્ધ છે. વર્નાની પ્રારંભિક કિંમત 8.18 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Xcent

Related image

આ સબ કોમ્પેક્ટ સેડાન કાર પર 95,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર એક્સેન્ટનાં પેટ્રોલ અને ડીઝલ મોડલ પર ઉપલબ્ધ છે. એક્સેન્ટ કારની પ્રારંભિક કિંમત 5.81 લાખ રૂપિયા છે.

Creta

Image result for hyundai creta

આ એસયુવી કાર પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને ડીઝલ મોડલ પર ઉપલબ્ધ છે. કંપનીએ આ એસયુવીની પ્રારંભિક કિંમત 10 લાખ રૂપિયા નક્કી કરી છે.

Elantra

Image result for hyundai elantra

આ સેડાન કાર પર આપને 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ઇલન્ટ્રા કારની શરૂઆતી કિંમત 13.82 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.