સ્વર સામ્રાગીની, કોકિલ કંઠી લતા મંગેશકરનો અવાજ સાંભળીને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમની ગાયકીની ચર્ચા દુનિયાભરમાં છે. લતાજીની ગાયકીએ દેશને ગૌરવની અનુભૂતિ કરાવી છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયક લતા મંગેશકરને લગતા મોટા સમાચાર આવ્યા છે. સમાચાર મુજબ લતા મંગેશકરને ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં સન્માન કરવામાં આવશે.
ભારત સરકાર લતા મંગેશકરને ‘ડોટર ઓફ નેશન’ એવોર્ડ આપી શકે છે. લતા 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષની થઈ જશે. આવી સ્થિતિમાં ભારત સરકાર સાત દાયકા સુધી ભારતીય સંગીતમાં પ્રદાન કરવા બદલ પ્રખ્યાત ગાયકનું સન્માન કરી શકે છે.
મળતા અહેવાલ મુજબ ગીતકાર પ્રસૂન જોશીએ આ પ્રસંગે એક ખાસ ગીત લખ્યું છે. સરકારના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે- ‘મોદીજી લતાજીના અવાજના પ્રશંસક છે. તે દેશના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું સન્માન કરવું એ દેશની દીકરીનું સન્માન કરવા બરાબર છે. તેમને સત્તાવાર રીતે દેશની પુત્રીનું બિરુદ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
