કેન્દ્રીય રેલવે અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લોકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીયમંત્રી ગોયલ અને વ્યાપારી મંડળ વચ્ચે એક બેઠક યોજોઇ હતી. બેઠકમાં પોતાનાં સંબોધનમાં ગોયલ 5 ટ્રીલીયન ઇકોનોમી અને અર્થતંત્ર વિશે વાત કરતા હતા ત્યારે કેન્દ્રીયમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે, ‘ગણિતે ક્યારેય પણ આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણની શોધવામાં મદદ કરી નહોતી. માટે 5 ટ્રીલીયન ઇકોનોમીનાં કોન્સેપ્ટને માત્ર ગાણેતીક પ્રમયની માફક જોવા જોઇએ નહી.
મંદીનાં કારણે મોદીનાં મંત્રીઓ ભૂલી રહ્યા છે ભાન
કેન્દ્રીયમંત્રી દ્વારા મારવામાં આવેલા લોચાને ત્યા બેઠેલી કોઇ વ્યક્તિ દ્વારા તુરંત ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે ગુરુત્વાકર્ષણનાં નિયમોની શોધ આઇઝેક ન્યૂટન દ્વારા કરવામાં આવી હતી અને આઈન્સ્ટાઈનને તેમની સાપેક્ષતાનાં સિદ્ધાંત માટે શ્રેય આપાય છે. કેટલાક લોકોએ કેન્દ્રીયમંત્રીના આ નિવેદનની મજાક પણ ઉડાવી હતી. આ વાત આખો દિવલ ટ્રોલીંગ ટ્રેન્ડમાં રહી અને લોકો આ વિશે અનેક પ્રકારનાં મંતવ્યો આપતા પણ જાવા મળ્યા.
નિર્મલા સિતારમન દ્વારા પણ થયુ હતુ આવુ જ નિવેદન
આપને જણાવી દઇએ કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વાહનના વેચાણમાં ઘટાડા માટે ઉબેર અને ઓલા જેવી રાઇડ-હીલિંગ સેવાઓ દોષી ઠેરવવી હતી. અને કહ્યું હતું કે ઉબેર-ઓલાનાં કારણે વાહનોનું વેચાણ ધટ્યું છે અને જેનાથી વાહન પરની ટેક્સની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.
આવો થયો સંદેશાનો મારો……..
લોકો દ્વારા બને બાબતોનો સાથે મોળવી કહેવામાં આવ્યું કે મોદી મંત્રીમંડળનાં મંત્રીઓ મંદીનાં કારણે ભાન ભૂલી રહ્યા છે અને રધવાયા થઇ આ પ્રકારનાં નિવેદનો કરી રહ્યા છે.
“ભારતનો જીડીપી ઘટી રહ્યો છે કારણ કે હજારો વર્ષોથી જીડીપી સરખી રીતે ગણી નથી રહ્યા,”
“બોસ, સૌ પ્રથમ, તે 6% નથી, તે 5% છે. બંનેમાં ખૂબ મોટો તફાવત છે શ્રી વાણિજ્ય પ્રધાન, ”
વિપક્ષ કોંગ્રેસે બુધવારે નાણા પ્રધાનને તેમની હજાર વર્ષની ટિપ્પણી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તે શાસનકાળમાં ભાજપની “અસમર્થતા, અપરિપક્વતા, અને બિનઅનુભવીતા” ને પ્રતિબિંબિત કરે છે અને માંગ કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના માટે માફી માંગવી જોઇએ.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સીતારમણનું નિવેદન અર્થવ્યવસ્થાની નબળી સ્થિતિ પર ગંભીર મજાક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
