આકાશમાંથી વિજળી પડે અને તે જમીન પર રહેલી કોઇ પણ વસ્તુ, સજીવ કે નિર્જીવની શું હાલત કરી શકે તેને આ વીડિયો મારફતે તમે આસાનીથી સમજી શકશો. આ વીડિયો મધ્યપ્રદેશનો છે. અહી થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ ભારે પૂર જેવી સ્થિતિ અને જગ્યા-જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં આકાશમાંથી વીજળી પડતી જોઇ શકાય છે. વરસાદ દરમિયાન એક ઝાડ પર આકાશમાંથી વીજળી ત્રાટકે છે અને ઝાડમાં આગ લાગી જાય છે.

આ ક્ષણનો વીડિયો કોઈ શખ્સે તેના મોબાઇલ પર રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો, જે પછી તે વધુને વધુ વાયરલ થયો હતો. મામલો મધ્ય પ્રદેશનાં પન્ના જિલ્લાનાં કરહી ગામનો છે. અહીં એક યુવાન તેના ઘરની બહાર ઉભો હતો અને વરસાદનો વીડિયો બનાવતો હતો, તે જ સમયે આ ઘટના તેના મોબાઇલ પર કેદ થઈ હતી. વીજળી પડતાની સાથે જ ઝાડમાં આગ લાગી ગઇ, જેના કારણે ઝાડનો મોટો ભાગ આગની ચપેટમાં આવી ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝાડ સાથે બાંધાયેલા પશુઓ પણ ભયભીત થઈને કૂદી પડે છે. જો કે મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈનું મોત નીપજ્યું નથી.
मध्यप्रदेश में पन्ना जिले के करही में बारिश का वीडियो बनाने के दौरान एक युवक के कैमरे में बिजली गिरने का वीडियो कैद हुआ, भयावह! @ndtvindia #RainbowSixSiege #GodavariRiver @shailendranrb @ajaiksaran @dharamtiwari @nishatshamsi @sunilcredible @manishndtv pic.twitter.com/Ju1qtko4d7
— Anurag Dwary (@Anurag_Dwary) September 15, 2019
આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશનાં મંદસૌર, ધાર, પન્ના, બડવાની, ઉજ્જૈન, વિદિશા સહિતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનાં સતત સમાચાર છે. જેને કારણે ન માત્ર સામાન્ય જીવન જ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં રાષ્ટ્રીય લોક અદાલતની કામગીરી પણ પ્રભાવિત થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
