અનીસ બજ્મીના દિગ્દર્શિતમાં બનનારી ફિલ્મ ‘ભૂલા ભુલૈયા 2’ ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આજે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ આ વર્ષે 31 જુલાઈએ રિલીઝ થશે. આટલું જ નહીં, આ ફિલ્મમાં કિયારા અડવાણી કાર્તિક આર્યનની સાથે જોવા મળશે.
અક્ષય કુમાર અને વિદ્યા બાલન બાર વર્ષ પહેલાં 2007 માં રજૂ થયેલી ‘ભુલ ભુલૈયા’માં મુખ્ય ભૂમિકા ભજવ્યાં હતી. હોરર-કોમેડી ‘ભુલ ભુલૈયા 2’ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થવાની સંભાવના છે.
IT'S OFFICIAL… Kiara Advani roped in for #BhoolBhulaiyaa2… Stars Kartik Aaryan… Directed by Anees Bazmee… Produced by Bhushan Kumar, Murad Khetani and Krishan Kumar… 31 July 2020 release.
— taran adarsh (@taran_adarsh) September 21, 2019
ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે ‘ભૂલ ભુલૈયા’ માં અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો જાદુ એવો હતો કે આ બંને કલાકારો આ સિક્વન્સ કરી શકશે નહીં અને આને કારણે, મોટાભાગના લોકો કહે છે કે આ હોરર-કોમેડી સિક્વલ ન થવી જોઈએ.
જો કાર્તિકની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ તેણે ‘પતિ પત્ની ઓર વો’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ સિવાય તે ‘લવ આજકલ 2’ અને ‘દોસ્તાના 2’ માં પણ જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
