Not Set/ પંચમહાલ : હાલોલના અભેટવા ગામે ડૂબી જતાં 2 નાં મોત

હાલમાં જ પડેલા સારા વરસાદ ને કારણે જિલ્લાના તમામ નદી અને તળાવમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. અને સ્થાનિકો દ્વારા આ ભરાયેલા પાણીમાં નાહવાની મજા માણી રહ્યા છે. પરંતુ આ મજા કયારેક નાની એવી સાવચેતીના અભાવે સજામાં પણ પરિવર્તિત થઈ શકે છે.  આવી જ એક ઘટના પંચમહાલ જીલ્લામાં બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ […]

Top Stories Gujarat Others

હાલમાં જ પડેલા સારા વરસાદ ને કારણે જિલ્લાના તમામ નદી અને તળાવમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે. અને સ્થાનિકો દ્વારા આ ભરાયેલા પાણીમાં નાહવાની મજા માણી રહ્યા છે. પરંતુ આ મજા કયારેક નાની એવી સાવચેતીના અભાવે સજામાં પણ પરિવર્તિત થઈ શકે છે.  આવી જ એક ઘટના પંચમહાલ જીલ્લામાં બની છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાનાં અભેટવા ગામે યુવાનો ભેગા મળીને તળાવમાં નહાવા માટે ગયા હતાં. તળાવના ઊંડા પાણી તરફ જતાં બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. અન્ય  ગ્રામજનો દ્વારા આ અંગે હાલોલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમતના અંતે બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા હતાં. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટના ને લઈને ગામ માં શોક નો માહોલ ફરી વાળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.