Not Set/ અમદાવાદ / નારોલ-લાંભા હાઇવે પર હીટ એન્ડ રન : 10 વર્ષીય બે જોડિયા બાળકો કચડાયા

અમદાવાદનાં નારોલ-લાંભા હાઇવે પર હિત એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના માં લવ અને કુશ નામના બે જોડિયા બાળકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નારોલના ખોડિયાર મંદીર નજીક લવ-કુશ નામના બે જોડિયા બાળકો ઊભા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમણે અડફેટે લીધા હતા અને ભાગી ગયો હતો.  ઘટના સ્થળે હાજર લોકોએ અજાણ્યા બાઇક […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં નારોલ-લાંભા હાઇવે પર હિત એન્ડ રનની ઘટના બની છે. આ ઘટના માં લવ અને કુશ નામના બે જોડિયા બાળકોના મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નારોલના ખોડિયાર મંદીર નજીક લવ-કુશ નામના બે જોડિયા બાળકો ઊભા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમણે અડફેટે લીધા હતા અને ભાગી ગયો હતો.  ઘટના સ્થળે હાજર લોકોએ અજાણ્યા બાઇક ચાલક નો પીછો કર્યોહતો પરંતુ તે ભાગી જવામાં કારગત નિવડ્યો હતો.

અકસ્માત થતાં જ બંને બાળકોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ બાળકો બચી શક્યા નહીં. આકસ્મિક બંને જોડિયા બાળકોના મોતથી હોસ્પિટલમાં જ તેના પરિવારજનોએ કલ્પાંત કર્યો. લવ-કુશ નામના જોડિયા બાળકો પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.