રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય મુલાકાત પર શનિવારે ગુજરાત પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રવિવારે તેમના ગાંધીનગર નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબેનને મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેબીનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિ અને તેમની પત્ની સવિતા બનેનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
બાદમાં રાજ્યપાલ દેવવ્રતે રાષ્ટ્રપતિ અને તેમની પત્નીનું રાજભવનમાં સ્વાગત કરવામાં આવ્યું જ્યાં તેઓ રાત્રી રોકાણ કર્યું. એક અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે સવારે ગાંધીનગર નજીક રાયસન ગામમાં હિરાબેનને મળવા જશે. અહીં હિરાબા વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્યારબાદ રાયસન નજીકના કોબા ગામ જશે જ્યાં તેઓ મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા આચાર્ય શ્રી પદ્મસાગર સુરિજી પાસેથી આશીર્વાદ લેશે. આરાધના કેન્દ્રના ટ્રસ્ટી શ્રીપાલ શાહે કહ્યું કે અહીં એક જૈન મંદિર, એક પુસ્તકાલય અને એક સંગ્રહાલય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
