યુરોપ જવુ તે દરેક માટે એક મોટુ સપનુ હોય છે અને તે સપનાને પૂરા કરવા માટે લોકો ઘણી મહેનત કરતા રહ્યા છે. ઘણા એવા લોકો પણ છે કે જે મહેનત નહી પણ પૈસાની મદદથી આ સપનુ પુરુ કરવાની દિશા તરફ પ્રયાણ કરતા હોય છે. જેમને ગુપ્ત રીતે લઇ જવામાં આવતા હોય છે. પરંતુ ક્યારેક આ સપનુ પૂરુ કરવામાં મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આપને જણાવી દઇએ કે, યુરોપ અને મેક્સિકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઇમિગ્રેંટ્સ અંગેનાં વિવાદ માટે મેક્સિકોએ 311 ભારતીયોને મોકલ્યા છે. એક એએનઆઈનાં અહેવાલ મુજબ, આ ભારતીય છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેરકાયદેસર રીતે મેક્સિકો પહોંચ્યા હતા.
અમેરિકાનું દબાણ વધ્યા બાદ પોતાની સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકો પર કાબુ મેળવવાનાં પ્રયાસમાં મેક્સિકોનાં ઇમિગ્રેશન સત્તાવાળાઓએ પહેલીવાર દેશનાં વિભિન્ન વિસ્તારોથી 311 ભારતીઓને સ્વદેશ મેકલી દીધા છે. જેમા 310 પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. અહીં પહોંચવા માટે, તેમને કેટલાક આંતરરાષ્ટ્રીય એજન્ટો દ્વારા મદદ કરવામાં આવી હતી, જેમણે તેમને કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની ખાતરી આપી હતી.
બુધવારે મેક્સિકોની રાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થા (આઈએનએમ) દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, દેશમાં નિયમિત રહેવાની શરતોને પૂરા નહી કરી રહેલા ભારતીય નાગરિકોને ટોબુલા સિટી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બોઇંગ 747 થી નવી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. આ લોકોને ઓક્સાકા, બાજા કેલિફોર્નિયા, વેરાક્રૂઝ, ચિયાપાસ, સોનોરા, મેક્સિકો સિટી, ડુરાંગો અને તબાસ્કો જેવા રાજ્યોમાં ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, એક ઇમિગ્રેંટ્સ અધિકારીએ પોતાનું નામ જાહેર કર્યા વિના, આ બાબતે કહ્યુ, “આ મુસાફરો મુખ્યત્વે બે ખાનગી એરલાઇન્સથી ભારતથી મેક્સિકો પહોંચ્યા હતા. “ટ્રાવેલ એજન્ટોએ દરેક વ્યક્તિ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા લીધા હતા અને તેમને મેક્સિકો લઈ જવા માટેની દરેક સુવિધા આપી હતી. જેમાં રહેવાની, ફ્લાઇટ ખર્ચ અને ખાવાનો સમાવેશ થાય છે. આવા લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની વ્યવસ્થા કરવામાં એજન્ટો અઠવાડિયાથી મહિનાનો સમય લે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
