ગાંધીનગર,
અમેરિકા તેની ડેરી પ્રોડક્ટને વધુ મજબુત કરવા ગુજરાતની મદદ લેશે.મળતી વિગતો પ્રમાણે ગુજરાતના ગીરના આખલાના વીર્યના સેમ્પલ અમેરિકા મોકલવામાં આવશે.રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથીરિયાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર અને અમેરિકાના કેલિફોર્નિયા સાથે રાજ્ય એક કરાર પર હસ્તાક્ષર કરશે જે અંતર્ગત જર્સી ગાયોને ગીર આખલાના વીર્યથી ગર્ભિત કરાશે.
વલ્લભ કથીરિયાએ તેવો પણ દાવો કર્યો કે, ત્રણકે ચાર જનરેશન પછી, જર્સી ગાયો કે જે A-1 દૂધ આપે છે તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયોમાં ફેરવાઈ જશે જે A-2 દૂધ આપશે.ગુજરાતની એક ટીમ અમેરિકા ગઈ હતી અને ત્યાંના પશુપાલકોને ગીરની ગાયો અંગે માહિતી આપી હતીગીરની ગાયોનું આયુષ્ય આશરે 15 વર્ષ છે જ્યારે અમેરિકામાં સામાન્ય ડેરી ગાયો 5થી 6 વર્ષ જીવે છે.ભારતીય ગાયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા વધારે હોય છે અને તેનો નિભાવ ખર્ચ પણ ઓછો છે.
અમેરિકાના પશુપાલકોને લાંબા સમય સુધી દુધનું ઉત્પાદન આપે તેવી ગાયોમાં રસ પડ્યો હતો.આ માટે તેઓ ગીરના આખલાનું વીર્ય ખરીદવા તૈયાર થયા હતા.
ગીરના આખલાના વીર્યના એક ડોઝની કિંમત આશરે 1 હજારથી 1500 રૂપિયા સુધીની હશે અને જો તેમના વાછરડાં મજબૂત થાય છે તો સીમનના એક ડોઝની કિંમત 5 હજાર રૂપિયા સુધી પહોંચશે.કથીરિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટનું અમલીકરણ આગામી ત્રણથી ચાર મહિનાની અંદર શરૂ થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
