Not Set/ લંડનમાં લોરીનાં કન્ટેનરમાંથી મળી આવ્યા 39 લોકોનાં શવ, વિસ્તારમાં સનસનાટી મચી

લંડનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના એસેક્સ વિસ્તારમાંથી 39 લોકોની લાશ મળી આવી છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ 39 મૃતદેહોમાંથી 38 પુખ્ત વયનાં લોકો છે અને બાકીનો એક કિશોર વયનો છે. પોલીસે આ કેસમાં ઉત્તર આયર્લેન્ડની એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લાશ એસેક્સમાં એક […]

World

લંડનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના એસેક્સ વિસ્તારમાંથી 39 લોકોની લાશ મળી આવી છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ 39 મૃતદેહોમાંથી 38 પુખ્ત વયનાં લોકો છે અને બાકીનો એક કિશોર વયનો છે. પોલીસે આ કેસમાં ઉત્તર આયર્લેન્ડની એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પ્રારંભિક અહેવાલો અનુસાર, લાશ એસેક્સમાં એક લોરીનાં કન્ટેનરમાંથી મળી આવી છે. જો કે, આ લાશ કોની છે અને તે અહીં એક સાથે કેવી રીતે મળી હોવાનું હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા અટકાયત કરાયેલ વ્યક્તિની આ સંદર્ભમાં હજુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ બધા લોકોની એક સાથ હત્યા કરવામાં આવી છે. પોલીસ હજી પૂછપરછ કરી રહી છે. આ અંગે ચીફ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ્ર્યૂ મરીનરે જણાવ્યું છે કે, આટલી મોટી સંખ્યામાં લોકોની મોત અને તેમના મૃતદેહો આવી હાલતમાં મળી આવવુ ખૂબ દુઃખદ મામલો છે. અમારી ટીમ આ ઘટના પાછળનું કારણ શોધવા માટે કામ કરી રહી છે.

એન્ડ્ર્યૂનું કહેવુ છે કે લોરી અહીં 19 ઓક્ટોબરનાં રોજ આવી હતી. લોરી બલ્ગેરિયાથી આવી હતી અને તેણે અહીં હોલીહેડમાં પ્રવેશ કર્યો હતો. પ્રારંભિક અંદાજો પણ સૂચવે છે કે આ લાશ માનવ હેરાફેરી જેવી ઘટનાને કારણે અહીં મળી આવ્યા હોઈ શકે, પરંતુ આ ઘટનાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસે હાલમાં જ લારીનાં ચાલકને કસ્ટડીમાં લીધો છે. બની શકે છે કે કેટલાક સંકેતો તેની પૂછપરછમાં સામે આવે. પોલીસની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.