Not Set/ ગુજરાત/ CM રૂપાણીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ શાનદાર, લાભદાર ફળશ્રૃતિ

CM રૂપાણીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ શાનદાર.. લાભદાર.. ઉઝબેકિસ્તાન-ભારત-ગુજરાતનાં સદીઓ જૂના સંબંધો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ઉઝબેકિસ્તાન પ્રવાસથી વધુ મજબૂત અને સહુને મદદરૂપ બનશે. ઉઝબેકિસ્તાનમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો દબદબાભેર આવકાર અને દિલથી ફરી આવજો..પધારજો.. કહેતા સ્થાનિકોથી લઈ સત્તાધીશો. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ પૂર્ણ થયો અને પ્રસંશનીય પણ રહ્યો. આ સમગ્ર પ્રવાસ દરમિયાન સરળતા, સંવેદનશીલતા, સેવા […]

Uncategorized

CM રૂપાણીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ શાનદાર.. લાભદાર.. ઉઝબેકિસ્તાન-ભારત-ગુજરાતનાં સદીઓ જૂના સંબંધો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ઉઝબેકિસ્તાન પ્રવાસથી વધુ મજબૂત અને સહુને મદદરૂપ બનશે. ઉઝબેકિસ્તાનમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો દબદબાભેર આવકાર અને દિલથી ફરી આવજો..પધારજો.. કહેતા સ્થાનિકોથી લઈ સત્તાધીશો.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઉઝબેકિસ્તાન પ્રવાસ પૂર્ણ થયો અને પ્રસંશનીય પણ રહ્યો. આ સમગ્ર પ્રવાસ દરમિયાન સરળતા, સંવેદનશીલતા, સેવા અને સહજતા જેવા ઋજુ ગુણોથી શોભતું વિજયભાઈ રૂપાણીનું સૌમ્ય વ્યક્તિત્વ ઉઝબેકિસ્તાનનાં સ્થાનિકોથી લઈ સત્તાધીશો માટે સ્નેહ-હર્ષનો વિષય બન્યું. તેથી જ તો ઉઝબેકિસ્તાન-ભારત-ગુજરાતનાં સદીઓ જૂના સંબંધો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ઉઝબેકિસ્તાન પ્રવાસથી વધુ મજબૂત અને સહુને મદદરૂપ બનશે એવું વિશ્વાસપૂર્વક લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ઉઝબેકિસ્તાન સમગ્ર પ્રવાસની મુખ્ય કામગીરી આ મુજબ રહી..

પ્રથમ દિવસ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનાં પ્રથમ દિવસે આંદિજાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ આંદિજાન પ્રદેશનાં ગવર્નર શુખરત અબ્દુરાહમોનોવની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અંદિજાન રિજિયનમાં શારદા યુનિવર્સિટીનો શુભારંભ કરાવ્યો હતો અને ઉઝબેક ઈન્ડિયા ફ્રી ફાર્મા ઝોનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉઝબેકિસ્તાન લિમિટેડનું ભૂમિપૂજન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ આંદિજાનમાં ફિક્કીની વૂમન સબ કમિટીમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી ઉપસ્થિત સૌને સંબોધન પણ કર્યું હતું.

બીજો દિવસ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનાં બીજા દિવસે સમરકંદનાં ગવર્નર એરકિન્જોન ટર્ડિમોવ સાથે મુલાકાત કરી ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વેપાર ઉદ્યોગની અપાર સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ બુલેટ ટ્રેન મુસાફરીનો સદુપયોગ કરતા ટ્રેનમાં જ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રેસિડેન્ટ ઈક્રમોવ સાથે ગુજરાતનાં ખેડૂતો માટે ઉઝબેકિસ્તાનમાં વેપાર ઉદ્યોગની તકો વિશે વાતચીત કરી હતી. વિજયભાઈ રૂપાણીએ સમરકંદ સ્ટેટ યુનવર્સિટીનાં ઈન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.

ત્રીજો દિવસ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનાં ત્રીજા દિવસે બુખારામાં આયોજીત બિઝનેસ ફોરમમાં ગુજરાતનાં વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી વૈશ્વિક રોકાણ સંભાવનાઓ અંગેની ભૂમિકા રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગવર્નર ઓકતામ બર્નોવેય સાથે મુલાકાત કરી ગુજરાત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સ્માર્ટ સિટીઝ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, આઈ.ટી. એનેબલ્ડ સર્વિસિસ, ટેક્સ્ટાઇલ, ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગની તકો વિશે ચર્ચા-વિચારણા કરી હતી.

ચોથો દિવસ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનાં ચોથા દિવસે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં આવેલી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાત લીધી હતી. અહીં મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીનાં નામ સાથે જોડાયેલી શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ પૂષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. તેમણે શાળામાં આવેલા શાસ્ત્રી મેમોરિયલની પણ મૂલાકાત કરી હતી. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવ બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો. વિજયભાઈ રૂપાણીએ તાશ્કંદમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનકવન પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ઉઝબેકિસ્તાન પ્રવાસની દસ લાભદાયી-ફળદાયી બાબતો
૧. ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપ્રમુખ પોતાના સત્તાધિકારોનો ઉપયોગ કરી ગુજરાતનાં ઊદ્યોગ વેપારકારો માટે નિયમોમાં છૂટછાટ            આપશે
૨. અન્ય કોઈ રાષ્ટ્રનાં ઊદ્યોગ-વેપારને ન મળી હોય તેવી છૂટછાટો-સહયોગ ઉઝબેકિસ્તાન ગુજરાતને આપશે. ઉપરાંત ગુજરાતનાં      ઊદ્યોગ સાહસિકો, રોકાણકારો, વેપારકારોને ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગો શરૂ કરવામાં જરૂરી પરવાનગીઓ ત્વરાએ          મળે તે માટે સહયોગ આપશે
૩. ગુજરાતનાં ઊદ્યોગજગતને લગતા વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે ઉઝબેકિસ્તાનનાં ત્રણ મંત્રીઓ દર ત્રણ મહિને ગુજરાત            આવશે
૪. દર મહિને ઉઝબેકિસ્તાનની ભારતીય રાજદૂત કચેરી સાથે સંકલન બેઠક યોજશે
૫. ગુજરાતની વૈશ્વિક કક્ષાની GFSU-PDPU-આઇક્રિયેટના કૌશલ્યનો લાભ ઉઝબેક યુવાઓને મળે તે માટે ઉઝબેકિસ્તાનના          શિક્ષણ-ઇનોવેશન મંત્રી ટાઈઅપ માટે ગુજરાત આવશે
૬. એગ્રીકલ્ચર – ફાર્માસ્યુટિકલ – કેમિકલ – ઓઈલ – ગેસ – એન્જીનીયરીંગ – જેમ્સ એન્ડ જવેલરી – પ્રવાસન ક્ષેત્રોમાં પરસ્પર              સહયોગ-રોકાણ માટે ગુજરાત-ઉઝબેકિસ્તાન તત્પર-તૈયાર
૭. પ્રાકૃતિક ખેતીનાં ગહન અભ્યાસ માટે ઉઝબેકિસ્તાનનું જોઈન્ટ વર્કિગ ગૃપ ગુજરાત આવશે
૮. ઉઝબેકિસ્તાનનાં સ્થાનિક ઉદ્યોગપતિ ગુજરાતી કંપનીઓ સાથે વેપાર કરશે
૯. ઉઝબેકિસ્તાન-ભારત-ગુજરાતનાં સદીઓ જૂના સંબંધો વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપરૂપે વિસ્તરશે
૧૦.પોલિટિકલ – સિક્યોરિટી – ડિફેન્સ – ટ્રેડ- ઇન્વેસ્ટમેન્ટ – ઈકોનોમી જેવા બહુવિધ ક્ષેત્રોમાં ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર        સહકારિતાનો સેતુ વધુ મજબૂત બનશે

ઉઝબેકિસ્તાનમાં પોતાના આવકારથી લઈ આવજો સુધી વિજયભાઈ રૂપાણીએ નિર્ણાયકતા, નિડરતા અને દૃઢ મનોબળથી ગુજરાત-ભારતનાં હિતમાં અનેક નિર્ણયો લીધા. ગુજરાતની ગૌરવશાળી ગાથા રજૂ કરી. પરિણામસ્વરૂપે ઉઝબેકિસ્તાનમાં ગુજરાત અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ડંકો વાગ્યો. ઉઝબેકિસ્તાનનાં સ્થાનિકોથી લઈ ગવર્નર, પ્રમુખ સુધીનાં અગ્રણીઓ ગુજરાત અને ગુજરાતીઓથી આકર્ષિત થયા અને આપણી સંસ્કૃતિ, રિવાજ, સંસ્કાર, આતિથ્યભાવના, કૃષિ, ઉદ્યોગ વગેરેને વખાણી પણ.. એકંદરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં ઉઝબેકિસ્તાન પ્રવાસથી ગુજરાત-ભારતને અનેક ક્ષેત્રમાં અધધ ફાયદો-લાભ થશે તેમજ આ પ્રવાસ અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રીઓ માટે પણ પ્રેરણાદાયી બનશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.