Not Set/ બોલિવૂડ/ એકવાર ફરી વિવાદોમાં આવી એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, બાળક માટે કહી ગંદી વાત

બોલિવૂડની એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને વિવાદને કોઇને કોઇ સંબંધ હોય તેવુ લાગી રહ્યુ છે. અવાર-નવાર તે કોઇને કોઇ વિવાદોમાં આવી જાય છે અને સમાચારની દુનિયામાં બની રહે છે. સ્વરા ભાસ્કર કયારેક તેના અભિનયને લઇને તો ક્યારેક રાજનીતિક નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી સ્વરા નામ પર નવો વિવાદ ઉભો થયો છે. સ્વરા ભાસ્કરે 4 […]

Uncategorized

બોલિવૂડની એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને વિવાદને કોઇને કોઇ સંબંધ હોય તેવુ લાગી રહ્યુ છે. અવાર-નવાર તે કોઇને કોઇ વિવાદોમાં આવી જાય છે અને સમાચારની દુનિયામાં બની રહે છે. સ્વરા ભાસ્કર કયારેક તેના અભિનયને લઇને તો ક્યારેક રાજનીતિક નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી સ્વરા નામ પર નવો વિવાદ ઉભો થયો છે. સ્વરા ભાસ્કરે 4 વર્ષનાં બાળક માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હોવાનુ સામે આવ્યુ છે. એક શોના સમયે સ્વરા ભાસ્કરે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ માટે અપશબ્દ કહ્યા, જેને લઇને સોશિયલ મીડિયામાં તેની ખૂબ ટીકા થઇ રહી છે.

Image result for swara bhaskar

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર 4 વર્ષનાં બાળકો માટે અપશબ્દ કહ્યા, જેને લઇને લોકોએ તેની ઘણી ટીકા કરી છે. સોશિયલ મીડીયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્વરા ભાસ્કર એક બાળકની ગાળો બોલતી નજરે ચઢી રહી છે. આ ઉપરાંત બાળક માટે ‘કમીના’ શબ્દનો ઉપયોગ પણ કર્યો. વીડિયોમાં સ્વરા કહે છે કે, એક જાહેરાતની શૂટિંગ પછી તેને સારો અનુભવ થયો નથી. ત્યારે મારુ કેરિયર શરૂ પણ થયુ નહોતુ કે એક ચાઈલ્ડ એક્ટરે મને આંટી કહી દીધુ. ‘ સ્વરાએ તે પછી બાળક માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો.

સ્વરાએ બાળક માટે કમીના શબ્દોનો ઉપયોગ કર્યો. જો કે તે સમયે ત્યા હાજર લોકો સ્વરાની વાત સાંભળી હસતા જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો કે યૂઝર્સે સ્વરાને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. એક બાળક માટે સ્વારા દ્વારા બોલવામાં આવેલા શબ્દોથી યૂઝર્સ એટલા નારાજ થઇ ગયા કે તેને તેમના ગુસ્સાનો સામનો કરવો પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.