બોલિવૂડનાં જાણીતા મ્યુઝિક ડિરેક્ટર શેખર રવિજાની હાલમાં સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, તેનું કારણ હોટલનું એક બિલ છે, જે તેમણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું, તેમણે જે બિલ વાયરલ કર્યુ છે તેમા ત્રણ ઇંડાની કિંમત કેટલી લકવામાં આવી છે તે લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

બિલમાં જે કિંમત લોકોને બતાવવામાં આવી છે તે ચોંકાવનારી છે. શેખરને ત્રણ ઇંડાનાં સફેદ ભાગ માટે 1672 રૂપિયા ચુકવવા પડ્યા છે, શેખરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. મળી રહેલી માહિતી મુજબ આ બિલ અમદાવાદની હયાટ રીજન્સી હોટલનું છે. આ બિલની કોપી શેર કરતા શેખરે લખ્યું છે – 3 ઇંડાની સફેદી માટે રૂ. 1672? તે અતિશય ખર્ચાળ ખોરાક હતો. આપને જણાવી દઇએ કે અગાઉ અભિનેતા રાહુલ બોઝ સાથે પણ આવી જ એક ઘટના બની હતી.

રાહુલને ચંદીગઢની જેડબ્લ્યૂ મેરીયોટ હોટલમાં બે કેળા માટે 442 રૂપિયા ચુકવવા પડ્યા હતા, ત્યારબાદ ચંદીગઢનાં આબકારી અને કરવેરા વિભાગે જેડબ્લ્યૂ મેરિઓટ હોટલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના બાદ કાર્તિક ઘરનાં એક વ્યક્તિએ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં બે બાફેલા ઇંડા માટે રૂપિયા 1700 ચૂકવવાનો દાવો કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
