Not Set/ અમદાવાદ /આરોપી કરતા હતો પતિ કે બોયફ્રેન્ડની હાજરીમાં મહિલાઓ સાથે ગેંગરેપ, 4ની કરાઇ ધરપકડ

અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે બુધવારે વિરમગામથી કુખ્યાત ગુનેગાર અકબર (45) ની ધરપકડ કરી હતી. અકબર અને તેની ગેંગના સભ્યો મહિલાઓને લુંટના ઇઅરદથિ રોકતા હતા. અને જયારે તેમની પાસેથી ખાસ કાઈ નાં મળે તો ગેંગરેપ ગુજારતા હતા. અમદાવાદ પોલીસે વિરમગામથી કુખ્યાત ગુનેગાર અકબરની ધરપકડ કરી હતી ગેંગના સભ્યો મહિલાઓને પણ નિશાન બનાવતા પતિ- બોયફ્રેન્ડ સામે બળાત્કાર […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે બુધવારે વિરમગામથી કુખ્યાત ગુનેગાર અકબર (45) ની ધરપકડ કરી હતી. અકબર અને તેની ગેંગના સભ્યો મહિલાઓને લુંટના ઇઅરદથિ રોકતા હતા. અને જયારે તેમની પાસેથી ખાસ કાઈ નાં મળે તો ગેંગરેપ ગુજારતા હતા.

અમદાવાદ પોલીસે વિરમગામથી કુખ્યાત ગુનેગાર અકબરની ધરપકડ કરી હતી

ગેંગના સભ્યો મહિલાઓને પણ નિશાન બનાવતા

પતિ- બોયફ્રેન્ડ સામે બળાત્કાર ગુજારતા

અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે બુધવારે વિરમગામના વસાવા ગામમાંથી કુખ્યાત ગુનેગાર અકબર ઉર્ફે લુલો સંધી (45) ની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગરેપના બે કેસમાં અકબરનું નામ ઉછળ્યું હતું. ક્રાઇમ બ્રાંચના પ્રભારી ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અકબરની ગેંગના ત્રણ સભ્યો હજી ફરાર છે.

અત્યાર સુધી ગેંગરેપના બે કેસમાં અકબરની ભૂમિકા વિશે માહિતી મળી છે. જેમાં એક કેસમાં એક છોકરીના  તેના બોયફ્રેન્ડની સામે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો અને બીજા કેસમાં એક મહિલાની સાથે તેના પતિ સામે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

નિર્જન સ્થળોએ યુગલોને નિશાન બનાવવામાં આવ્યા હતા

10 ઓક્ટોબરના રોજ અકબર અને તેના બે સાથીઓએ એક છોકરી અને તેના બોયફ્રેન્ડને નર્મદા કેનાલ નજીકથી પસાર થતા રોક્યા હતા. અને  તેઓએ બંને પાસેથી ઘરેણાં અને રોકડ રકમ માંગી હતી, પરંતુ તેમની પાસે વધારે નહોતું. આથી ગુસ્સે ભરાયેલા ત્રણેય બદમાશોએ છોકરાના હાથ-પગ બાંધીતેની નજરો સામે જ છોકરી પર ગેંગરેપ કર્યો હતો અને બાદમાં તે બંનેને છોડીને ફરાર થઈ ગયો હતો. જતા જતા અકબરે છોકરાનું હેલ્મેટ લીધું, જે તેની પાસેથી મળી આવ્યો છે.

લૂંટના ઇરાદે રોકી, કંઇ ન મળતાં ગેંગરેપ કર્યો

ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ગેંગ લૂંટ, અને હત્યા જેવી કાર્યવાહી પણ કરતી હતી.” જો કોઈ મહિલાને મોંઘા ઝવેરાત ન મળે તો તે તેની સાથે બળાત્કાર ગુજારતા હતા. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગેંગે ગુજરાતમાં સાણંદ, સરખેજ, બાવલા, કાલોલ, લંગડાજ, બગોદરા, મહેસાણા અને વિરમગામ જેવા સ્થળોએ 18 થી વધુ ઘટનાઓને અંજામ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.