બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર અનન્યાની સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળે છે. એક્ટિંગની સાથે સાથે અનન્યા બીજી ઘણી બાબતમાં માહિર છે. કોરિયોગ્રાફર ફરાહ ખાને તેના આ ટેલેન્ટ વિશે જણાવ્યું છે.
ફરાહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે.ફરાહ ખાને અનન્યા પાંડેની મેકઅપ ટેલેન્ટ વિશેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનન્યાએ ફરાહની દીકરીઓ દિવા, આનયા અને તેના મિત્રનો મેકઅપ કરી છે.

વીડિયોમાં ફરાહ ખાન અનન્યાને કહે છે કે, જલો મત ઓર મેરી બેટી અનાયાના મેકઅપખરાબ મત કરો.જે પછી અનન્યા કહે છે – મેં વો હી કર રહી હું.
ફરાહ ખાને અનન્યા પાંડે અને તેની પુત્રી દિવાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું- મલ્ટિ ટેલેન્ટેડ અનન્યા પાંડે, એક્ટર, મોડેલ અને હવે મેકઅપ આર્ટિસ્ટ. દિવા સાથે.
https://www.instagram.com/p/B5KqskPgg8o/?utm_source=ig_embed
ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 1978 માં આવેલી આ જ નામની ફિલ્મની રીમેક છે. ફિલ્મને મુદ્દ્સર અઝીઝ ડાયરેક્ટ અને રેનુ રવિ ચોપરાએ કર્યું છે. કાર્તિક આર્યન (ચિન્ટુ ત્યાગી) ભૂમિ પેડનેકર (પત્ની વેદિકા ત્યાગી) અને અનન્યા પાંડે (તાપસ્ય સિંહ) ની ભૂમિકા ‘પતિ પત્ની ઓર વો’માં ભજવે છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019 ના રોજ રીલિઝ થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
