મહારાષ્ટ્રમાં આજે નવી સરકાર બનાવવામાં આવી રહી છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં એક નવા સમીકરણો સાથે આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ લેવા જઇ રહ્યા છે. શપથ સમારોહનું આયોજન મુંબઇનાં શિવાજી પાર્કમાં કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી પદની ખુર્સી ઉપર બેસવા જઈ રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેનાં રાજ્યાભિષેકથી શિવસૈનિકોમાં ભારે જોશ અને ઉત્સાહ છે. શપથ સમારોહ પૂર્વે મુંબઇની ગલીઓ પોસ્ટરથી સજ્જ થઈ ગઈ છે. મુંબઈનાં શિવસેના ભવન નજીક શિવસેનાનાં સ્થાપક બાલાસાહેબ ઠાકરે અને પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનાં ફોટાવાળા પોસ્ટરો નજરે પડે છે. એક પોસ્ટરમાં બાલ ઠાકરે, શરદ પવાર અને જ્યોર્જ ફર્નાન્ડિઝની જૂની તસવીર પણ છે.
બાલાસાહેબ ઠાકરે અને ઈન્દિરા ગાંધીનાં ફોટાવાળા પોસ્ટરમાં લખ્યું છે કે બાલાસાહેબનું સ્વપ્ન સાકાર થાય છે, શિવસેનાનો મુખ્યમંત્રી. આ પોસ્ટરમાં બાલ ઠાકરે ઇન્દિરા ગાંધીને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મુંબઈમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાનાં નેતાઓનાં ફોટોવાળા પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
