Not Set/ મનોરંજન/ ડાંસ રિયાલિટી શો માં રામ-લખન દેખાયા એકસાથે, જૂની યાદો થઇ તાજા

રિયાલિટી શો ડાંસ પ્લસ 5 શરૂ થઈ ગયુ છે. ત્યારે સ્પર્ધકો પોતાની ડાંસ સ્ટાઇલથી ન્યાયાધીશોને પ્રભાવિત કરી રહ્યા છે. અત્યારે આ શોનું ઓડિશન થઈ રહ્યું છે જ્યાં દેશભરનાં સ્પર્ધકો તેમની કુશળતાનું પ્રદર્શન કરી રહ્યા છે. પ્રતિભા બતાવવાની પણ આ એક અલગ રીત છે. દેશભરનાં હરીફ તેમની વિવિધ પ્રકારની પ્રતિભા બતાવે છે. આ સાથે બોલીવુડનાં કલાકારો […]

Uncategorized

રિયાલિટી શો ડાંસ પ્લસ 5 શરૂ થઈ ગયુ છે. ત્યારે સ્પર્ધકો પોતાની ડાંસ સ્ટાઇલથી ન્યાયાધીશોને પ્રભાવિત કરી રહ્યા છે. અત્યારે આ શોનું ઓડિશન થઈ રહ્યું છે જ્યાં દેશભરનાં સ્પર્ધકો તેમની કુશળતાનું પ્રદર્શન કરી રહ્યા છે. પ્રતિભા બતાવવાની પણ આ એક અલગ રીત છે. દેશભરનાં હરીફ તેમની વિવિધ પ્રકારની પ્રતિભા બતાવે છે. આ સાથે બોલીવુડનાં કલાકારો જેકી શ્રોફ અને અનિલ કપૂર આ શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

Image result for jackie shroff and anil kapoor"

શો માં બંને એક્ટર મસ્તી કરતા અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીની યાદ તાજી કરતા જોવા મળશે. આ ખાસ પ્રસંગે, જેકીએ અનિલનાં હિટ ગીત પર ડાંસ પરફોર્મન્સ પણ આપ્યુ હતુ. આ એપિસોડ શૂટ કરવામાં આવ્યું છે અને તેને સપ્તાહનાં અંતમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.

Image result for jackie shroff and anil kapoor"

ડાંસની વીડિયો ક્લિપ શેર કરતી વખતે જેકીએ કેપ્શનમાં લખ્યું કે, મને મારા મિત્ર અનિલ કપૂરને ખાસ ટ્રિબ્યુટ આપતો જુઓ. શો નાં જજ સહિત પ્રેક્ષકોએ જેકીનાં ડાંસ પર ખૂબ તાળીઓ વગાડી હતી. આ સાથે તેના ડાંસ ફેન્સને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને ખાસ વાત એ છે કે આ ડાંસ માટે જેકીએ કપડા પણ તે જ પહેર્યા છે જે ગીતનાં અસલ વીડિયોમાં છે.

https://www.instagram.com/p/B5XZh-3n38a/?utm_source=ig_web_copy_link

આપને જણાવી દઇએ કે ડાંસ પ્લસ 5 માં બંને સ્ટાર્સ શો નાં તમામ ડાન્સિંગ ટેલેન્ટને મળ્યા હતા. આ સાથે તેમણે પોતાની પ્રતિભા પણ બતાવી. શોમાં બંને સ્ટાર્સને સારો આવકાર મળ્યો હતો અને ઢોલ નગાડા અને ફૂલોનાં માળાથી તેમનું સ્વાગત પણ કરાયું હતું. તે બંનેએ રામ લખન સિવાય ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. કરમા, કભી હા કભી ના, મુંબઇ સાગા, પરિંદા, નકશા વગેરે ફિલ્મમાં તેમણે સ્ક્રીન શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.