મુંબઈ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મહાગઠબંધન, મહા વિકાસ આગાડી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આગામી પાંચ વર્ષમાં જોડાણ શું કરશે તે માટે ન્યૂનતમ સામાન્ય કાર્યક્રમ જારી કરવામાં આવ્યો છે.
ગઈકાલે સાંજે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ તરીકેની શપથ વિધિ બાદ નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અગાડી સરકારને અભિનંદન આપ્યા. અને ભાજપ પર તંજ કસ્યો હતો અને જણાવ્યું હતું કે, – સેક્યુલરિઝમ અને સમાજવાદનું આ નવું મહારાષ્ટ્રિયન જોડાણ એ નવા રાષ્ટ્રીય રાજકીય યુગની શરૂઆત છે. ભાજપના સારા દિવસો પૂરા થયા છે.
महाराष्ट्र में महाविकास आघाडी की नव निर्वाचित सरकार एवं नव निर्वाचित मुख्यमंत्री श्री उद्धव ठाकरे जी को हार्दिक बधाई व शुभेच्छा!
‘सेक्युलरिज़्म’ और ‘सोशलिज़्म’ का ये नया महाराष्ट्रीय गठजोड़, आनेवाले नये राष्ट्रीय राजनीतिक युग की दस्तक है.
भाजपा के (अच्छे) दिन पूरे हुए.
— Akhilesh Yadav (@yadavakhilesh) November 28, 2019
તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી અને ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યા હતા. તેમને કહ્યું હતું કે,
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. કહ્યું- ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન અને શુભકામનાઓ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
