Not Set/ ખેતરમાં પાકને નુકસાન કરતા વાંદરાઓને ભગાડવા ખેડૂતે અપનાવી આ ટ્રીક

ખેડૂત ખૂબ જ મહેનતથી ખેતરોમાં ખેતી કરતા હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ જાનવર આવીને તેના પાકને નુકસાન પહોચાડે કે તેને ચટ્ટ કરી જાય છે ત્યારે તે ખેડૂતને ભારે નુકસાન થાય છે. પાકને પ્રાણીઓથી દૂર રાખવા ખેડૂતો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. અત્યાર સુધી, તમે scarecrow એટલે કે કાગભગોડા (હ્યુમન મેન્ક્વિન) ની પદ્ધતિ દેખી અને સાંભળી […]

India

ખેડૂત ખૂબ જ મહેનતથી ખેતરોમાં ખેતી કરતા હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ જાનવર આવીને તેના પાકને નુકસાન પહોચાડે કે તેને ચટ્ટ કરી જાય છે ત્યારે તે ખેડૂતને ભારે નુકસાન થાય છે. પાકને પ્રાણીઓથી દૂર રાખવા ખેડૂતો વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. અત્યાર સુધી, તમે scarecrow એટલે કે કાગભગોડા (હ્યુમન મેન્ક્વિન) ની પદ્ધતિ દેખી અને સાંભળી હશે. નામ પોતે જ સૂચવે છે કે તેનો ઉપયોગ કાગડાઓ અને અન્ય પક્ષીઓને પાકથી દૂર રાખવા માટે કરવામાં આવે છે.

Image result for lots of monkey in farm"

જો કે, તે ફક્ત પક્ષીઓ જ નહીં પરંતુ કેટલાક અન્ય પ્રાણીઓ પણ છે જે ખેડૂતોનાં પાકને ખાઇ જાય છે. વાંદરાઓ તેમાના એક છે. તેઓ ટોળાંમાં આવે છે અને એક સાથે પાકને ખૂબ નુકસાન પહોંચાડે છે. હવે કાગભગોડા ફોર્મ્યૂલા પણ તેમને ભગાડવા માટે ફેલ થઇ જાય છે. આવી સ્થિતિમાં કર્ણાટકનાં એક ખેડૂતને આ વાંદરાઓને ખેતરની બહાર કાઠવાની ખૂબ જ અનોખી રીત મળી છે.

નાલુરૂ ગામનાં શ્રીકાંત ગૌડાએ તેના કૂતરાને પેઇન્ટ કરીને ટાઇગર જેવો બનાવી દીધો છે. જે માટે તેણે હેર ડાઇનો ઉપયોગ કર્યો છે અને કૂતરાનાં શરીરમાં કાળી ધારીઓ બનાવી દીધી છે. આ માટે તેણે વાળના રંગનો ઉપયોગ કર્યો અને કૂતરાના શરીર પર કાળા પટ્ટાઓ બનાવ્યાં. પરિણામ એ આવ્યુ કે કૂતરો હવે થોડો ટાઇગર જેવો દેખાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે શ્રીકાંતનાં કૂતરાને ટાઇગર બનાવવાનો વિચાર કામ કરી ગયો અને હવે વાંદરાઓ તેના ખેતરમાં ડરનાં માર્યા આવતા નથી. શ્રીકાંતે તેના કૂતરાને ટાઇગર બનાવી દીધો અને તેની કેટલીક તસવીરો લીધી અને તેને ખેતરોમાં રોપી દીધી. હવે આ જોઈને, વાંદરાઓ ફક્ત ખેતરથી દૂર રહેવામાં જ પોતાની ભલાઇ સમજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.