Not Set/ ICC Test Ranking/ વિરાટ કોહલી બન્યો નંબર વન બેટ્સમેન, ઓલરાઉન્ડરમાં બીજા નંબર પર જાડેજા

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 નો તાજ હાંસલ કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા બુધવારે જારી કરવામાં આવેલી નવીનતમ ટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને પછાડ્યો છે. કોહલીનાં હવે 928 પોઇન્ટ છે, જ્યારે સ્મિથ 923 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. Virat Kohli back to No.1! […]

Top Stories Sports

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 નો તાજ હાંસલ કરી લીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા બુધવારે જારી કરવામાં આવેલી નવીનતમ ટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથને પછાડ્યો છે. કોહલીનાં હવે 928 પોઇન્ટ છે, જ્યારે સ્મિથ 923 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે.

બીજા સ્થાને સ્મિથનો કબજો છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં નબળા પ્રદર્શનને કારણે સ્મિથે પ્રથમ સ્થાન ગુમાવ્યું હતું. બ્રિસ્બેન ટેસ્ટમાં સ્મિથે ફક્ત 4 રન બનાવ્યા હતા જ્યારે તે એડિલેડ ટેસ્ટમાં 36 રનમાં આઉટ થયો હતો. આ સાથે ઓલરાઉન્ડરની રેન્કિગમાં ભારતનાં ફૂર્તિલા રવિન્દ્ર જાડેજા બીજા નંબર પર છે.

ટેસ્ટ રેન્કિંગમાં ભારતનાં ત્રણ બેટ્સમેન છે. જેમા પ્રથમસ્થાને કેપ્ટન વિરાટ કોહલી (928 પોઇન્ટ), ચોથા સ્થાને ચેતેશ્વર પુજારા (791 પોઇન્ટ) અને છઠ્ઠા સ્થાને અજિક્યા રહાણે (759 પોઇન્ટ) છે. બીજી તરફ ઓલરાઉન્ડર રેન્કિંગની વાત કરીએ તો તેમાં ટોપ ટેનમાં ભારતનાં બે ખેલાડીઓ છે. જેમા રવિન્દ્ર જાડેજા બીજા નંબર પર (406 પોઇન્ટ) અને પાંચમા નંબરે રવિચંદ્રન અશ્વિન (308 પઇન્ટ) છે.

Image result for icc ranking virat kohli"

ટેસ્ટ રિન્કિગમાં બોલરની વાત કરીએ તો તેમા ત્રણ બોલરો છે. જેમા પાંચમાં સ્થાને જસપ્રિત બુમમરાહ (794 પોઇન્ટ), નવમાં સ્થાને રવિચંદ્રન અશ્વિન (772 પોઇન્ટ) અને દસમાં સ્થાને મોહમ્મદ શમી (771 પોઇન્ટ) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.