Not Set/ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી રક્તરંજીત / ગુમલામાં મતદાન મથકની બહાર પોલીસ ફાયરિંગ, એકનું મોત અને 2 ઘાયલ, મતદાન સ્થગિત

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. દરમિયાન ગોમલાના સીસઈ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક પર પોલીસે ત્રાસવાદીઓને રોકવા માટે ગોળીબાર કર્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, પ્રાપ્ત માહિતી અનુસાર ગુમલાના સીસઈ વિધાનસભા […]

Top Stories India

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઈને બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. દરમિયાન ગોમલાના સીસઈ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક પર પોલીસે ત્રાસવાદીઓને રોકવા માટે ગોળીબાર કર્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, પ્રાપ્ત માહિતી અનુસાર ગુમલાના સીસઈ વિધાનસભા મત વિસ્તારના મતદાન મથક પર પોલીસે પોલીસે ત્રાસવાદીઓને રોકવા માટે ગોળીબાર કર્યો , જેમાં એક વ્યક્તિનું મોત અને બે અન્ય ઘાયલ થયા. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક લોકો મતદાન મથકની બહાર સુરક્ષાકર્મીઓની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જ્યારે આ ઘટના બની ત્યારે મતદાન ચાલી રહ્યું હતું. એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) મુરારી લાલ મીનાએ જણાવ્યું હતું કે સિસાઈ મત વિસ્તારના બૂથ નંબર 36 નજીક હુમલો કરનારા પર રેપિડ એક્શન ફોર્સ (રેપિડ એક્શન ફોર્સ) ના જવાનોએ ગોળીબાર કર્યો ત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

બનાવની તપાસ કરવામાં આવી રહી છે

મીનાએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેઓને બૂથ પર ચૂંટણી ડ્યુટીમાં મુકવામાં આવ્યા હતા. તે જ સમયે, ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી વિનયકુમાર ચૌબેએ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તો બૂથમાં મતદાન બંધ કરાયું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પથ્થરમારો કરી એક પોલીસ અધિકારીને ઈજા પહોંચાડી છે.

અગાઉ પણ  ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના શનિવારથી પ્રથમ તબક્કાની મતદાન શરૂ થતાં નક્સલી દ્વારા બિશુનપુરમાં એક પુલ ઉડાવી દેવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.