Not Set/ ગૃહમંત્રી અમીત શાહે વિદ્યાર્થીઓને આપી સલાહ, પહેલા વાંચો નાગરિકતા સુધારણા અધિનિયમ પછી…

નાગરિકતા સુધારણા અધિનિયમ અંગે વિદ્યાર્થીઓનાં ઉગ્ર પ્રદર્શન અંગે ગૃહમંત્રી અમિત શાહે તેમને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને તેમના રાજકીય હિતો માટે ઉશ્કેરતા હોય છે. એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, નાગરિકત્વ (સુધારો) અધિનિયમ 2019 ત્રણ પાડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલા શરણાર્થીઓને ભારતીય રાષ્ટ્રીયતા આપશે […]

Top Stories India

નાગરિકતા સુધારણા અધિનિયમ અંગે વિદ્યાર્થીઓનાં ઉગ્ર પ્રદર્શન અંગે ગૃહમંત્રી અમિત શાહે તેમને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને તેમના રાજકીય હિતો માટે ઉશ્કેરતા હોય છે. એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, નાગરિકત્વ (સુધારો) અધિનિયમ 2019 ત્રણ પાડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલા શરણાર્થીઓને ભારતીય રાષ્ટ્રીયતા આપશે અને ભારતમાં કોઈની પણ નાગરિકતા નહીં લે.

તેમણે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, કેટલાક રાજકીય પક્ષો અફવા ફેલાવી રહ્યા છે અને તેમના રાજકીય હિતોને પ્રોત્સાહન આપવા હિંસા ભડકાવી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે પહેલા આ સીએએ કાયદો વાંચો. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે તેઓ કોઈપણ રાજકીય પક્ષનાં કહ્યામાં ન આવે. અમિત શાહે કહ્યું છે કે, નાગરિકત્વનો કાયદો કોઈની નાગરિકતા છીનવાનું કામ કરી રહ્યું નથી, પરંતુ તે ગરીબ અને પીડિતોને નાગરિકત્વ આપવાનું કામ કરશે.

તેમણે કહ્યું કે હું વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે, તમે નાગરિકત્વનાં કાયદાનો અભ્યાસ કરો, ત્યારે તમે સમજી શકશો કે નાગરિકત્વ છીનવાની કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે. તેમણે કોંગ્રેસ, આપ અને ટીએમએકને કહ્યું કે આપને પણ આ હિંસાનાં માર્ગ પરથી પાછા આવવું જોઈએ, તેનો કોઈને ફાયદો થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.