Not Set/ બોલીવૂડ/ દિલ્હીમાં થયેલ હિંસાના કારણે દીપિકા નહિ કરે ‘છપાક’નું પ્રમોશન

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં દીપિકા ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ દીપિકાએ દિલ્હીમાં છપાકનું પ્રમોશન કરવાની ના પાડી દીધી છે. દિલ્હીમાં થયેલી હિંસાને કારણે મંગળવારે દીપિકા પાદુકોણે દિલ્હીમાં છપાકનું પ્રમોશન કરવાની ના પાડી હતી. દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝાર […]

Uncategorized

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં દીપિકા ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ દીપિકાએ દિલ્હીમાં છપાકનું પ્રમોશન કરવાની ના પાડી દીધી છે.

દિલ્હીમાં થયેલી હિંસાને કારણે મંગળવારે દીપિકા પાદુકોણે દિલ્હીમાં છપાકનું પ્રમોશન કરવાની ના પાડી હતી. દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝાર દિલ્હીમાં થઈ રહેલા મીડિયા કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. પરંતુ બાદમાં તેણે આ કાર્યક્રમમાં હાજર રહેવાની ના પાડી.

Image result for chhapaak

દીપિકા પાદુકોણ અને મેઘના ગુલઝારે કહ્યું- અમારું માનવું છે કે જ્યારે દેશ અને શહેરો ભાવનાત્મક ઉથલ-પાથલ અને અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અમારી ફિલ્મના પ્રચાર માટે અમારી તરફે સંવેદનશીલતા રહેશે. અમે શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરીએ છીએ અને અમારી ગેરહાજરીને કારણે થતી અસુવિધા બદલ દિલગીર છીએ પરંતુ અમે આશા રાખીએ કે તમે સમજી શકશો.

Image result for chhapaak

આપને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા કાયદાને કારણે દિલ્હીના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

ફિલ્મની વાત કરીએ તો છપાક એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસ્સી મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.